Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

Share

તમને કલ્પના પણ ના આવે કે દારૂ લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાનામાં કેવી સરસ રીતે છુપાવી શકાય. સાગબારા ખાતેથી લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી છુપાવેલ ૪૪૮ પેટી કિ.રૂ. ૩૧,૮૧,૯૧૦/-દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે.

હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદા દ્વારા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા માટે કડક નિર્દેશો અને સુચનાના અનુસંધાને એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં રહેતા એક અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-16-PA-1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નિચે પ્લાયવુડની પાટીયા ખોલી જોતા જેમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૫૬૪ કુલ કિંમત રૂ.૧૬,૭૪,૦૦૦/- નો પ્રોહી.જથ્થો ગે.કા. ભરી તથા લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી તમામ મુદામાલની કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો પ્રોહી. મુદામાલ મળી આવતા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધીકાઢવામાં આવેલ અને ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા રહે.૧૦૭, નવ બાવડી પાસે, પાનેરી ચોકી માંદળી, તા.જી.ઉદયપુર રાજસ્થાન) તથા રઘુવિરસિંહ શંકરસિંહ ચુન્ડાવત (રહે.ઓઝાગર ગામ પોસ્ટ-રામપુરીયા તા.જી.ભીલવાડા રાજસ્થાન) તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત (રહે.૧૭પ પાન્નધય સર્કલ નજીક,આઝાદ નગર તા.જી.ભીલવાડા રાજસ્થાન) વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

નડિયાદ એક્ષપ્રેસ હાઇવે પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડ રસ્તાઓ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!