Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા કલેક્ટરે વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા ૨૬ જેટલા અધિકારીઓ, કર્મચારીઓને સન્માનિત કર્યા.

Share

નર્મદા જિલ્લા કલેક્ટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે આજે કલેકટર કચેરીની ચેમ્બરમાં જ વિવિધ શાખાઓના કુલ-૨૬ જેટલાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓને વિશિષ્ટ સેવાઓ બદલ સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરવભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ હતું. આમ, જિલ્લા કલેક્ટર શાહે અન્ય કર્મયોગીઓમાં પણ આ પ્રકારની કાર્યપ્રણાલી વિકસે તે દિશાની એક અનોખી પહેલ કરી છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે. ભરૂચમાંથી નર્મદા જિલ્લો ૧૯૯૮ થી અલગ થયો તેના લગભગ ૨૨ વર્ષ થવા આવ્યાં છે. ત્યારે અનેક એવા પણ કામો હતા કે જે કોઇને કોઇ કારણોસર થઇ શક્યા ન હતાં તેવા મોટાભાગના કામો રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, જિલ્લાના પ્રભારી સચિવઓના સતત માર્ગદર્શનને લીધે આ જિલ્લાને અનેક નવી ઉપલબ્ધિઓ ટૂંક જ સમયમાં પ્રાપ્ત થઇ છે જેનો શ્રેય જિલ્લાના ચુંનદા અધિકારીશ્રીઓ-કર્મચારીઓના ખૂબ ઉત્સાહનને લીધે આ શક્ય બન્યું છે.

શાહે વધુમાં ઉમેર્યું હતું કે, અધિકારીઓએ રાત-દિવસ જોયા વિના કચેરી સમય પહેલા કે કચેરી સમય બાદ એક ક્ષણના પણ વિલંબ વિના આ અધિકારીઓ/કર્મચારીઓએ પૂરેપુરી ખંત, નિષ્ઠા, ગંભીરતાપૂર્વક વહિવટીતંત્રની અપેક્ષા કરતાં પણ અદભૂત સેવાઓ બજાવી છે. નર્મદા જિલ્લામાં રાજપીપલા શહેરી વિસ્તારો સહિત તાલુકા અને ગ્રામ્યકક્ષાના અંતરિયાળ અને છેવાડાના લોકોને પણ આરોગ્ય, શિક્ષણ, રમતગમતક્ષેત્રે પણ અનેક સુવિધાઓ સુલભ બની છે. જિલ્લામાં RTPCR લેબ, CHC, PHC માં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, રાજપીપલા શહેરી વિસ્તાર અને સેંલબા ખાતે સ્પોર્ટસ સંકુલ અધ્યતન બનાવવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર (કેવડીયા) ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા આવનાર સમયમાં ઉપલબ્ધ થવાની સાથોસાથ જિલ્લા અને તાલુકાકક્ષાએ જિલ્લાના પ્રજાજનોને અદ્યતન પ્રકારની લાઇબ્રેરીનો લાભ મળે તે માટે લાઇબ્રેરીની મંજૂરી મળવા ઉપરાંત રાજ્ય સરકારે જિલ્લાકક્ષાએ રેવન્યું ક્વાટર્સ બનાવવા માટે ૧૮ હજાર ચો.મીની જગ્યાની મંજૂર પણ ફાળવી દેવામાં આવી છે. આવનારા પાંચ વર્ષમાં જિલ્લાને આનો મોટાપાયે લાભ થશે તેમ શાહે જણાવ્યું હતું. ઉક્ત ૨૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓને શાહે હ્રદયપૂર્વકના અભિનંદન આપી તેમની પીઠ થાબડી હતી.

Advertisement

આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, મદદનીશ કમીશનર આદિજાતી વિકાસનાએસ.એમ.ગરાસીયા, ગરૂડેશ્વર મામલતદાર મિતેશ પારેખે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અનેકક્ષેત્રે આ જિલ્લાએ વિકાસ સાધ્યો છે અને આવનાર સમયમાં પણ જિલ્લો વિકાસક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જંબુસરના સારોદ ખાતે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ લીકેજ થતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ : ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ધો. ૧૨ ની બે વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જઇને લેવુ પડે છે ઓનલાઇન શિક્ષણ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં વધુ 13 પોઝિટીવ દર્દી જણાયા કુલ આંકડો 346 નો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!