Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ મનસુખ વસાવાએ રોયલ્ટી વિનાના ડમ્પર વિશેની કામગીરી પર પ્રશ્નોની ઝડી વરસાવતો વડોદરા કલેકટરને લખ્યો પત્ર.

Share

ખાણખનીજ અધિકારિઓ અને સાંસદ મનસુખભાઇ વસાવાના રેતી માફિયા સામે કાર્યવાહી કરવા ઉઠાવેલા અવાજને ચારે તરફથી જન સમર્થન મળ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના સાથે જોડાયેલા ચાવીરૂપ અધિકારી વડોદરા કલેકટરે ઘટનાને 10 દિવસ વીતવા છતાં કોઈ કોઈ કાર્યવાહી ન કરતા સાંસદ મનસુખ વસાવાએ વડોદરા ક્લેટકટરને પત્ર લખી સીધા સવાલો કરી જવાબો માંગ્યા હતા અને ગેરકાનુની રીતે આ રેતી કાઢી સરકારની રોયલ્ટી ચોરો સામે 10-10 દિવસ થવા છતાં કાર્યવાહી કેમ કરી નથી? એવો સવાલ કરી માનવતા વિસરેલા કલેકટરને સાંસદે મૃતક પરિવારની મુલાકાત લેવાનું યાદ કરાવ્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ વડોદરા ક્લેટકટરને પત્રમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લાના નારેશ્વર- ભાલોદ ગામ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાના બીજા દિવસે 11 થી ૧૨ વાગ્યા સુધી પોલિસ સિવાય મહેસુલી કે ખાણ ખનીજ વિભાગના કોઈ પણ અધિકારી કે રાજકીય આગેવાનો સ્થળ પર પહોચ્યા ન હતા, માજી ધારાસભ્ય સતિષભાઈ પટેલ સાથે ઘટના સ્થળે બીજા દિવસે હું જાતે ગયો હતો, ત્યારે લોકોનો ખુબ જ આક્રોશ હતો. હું જ્યારે પુષ્પાજંલી કરી રહ્યો હતો ત્યારે ખિરસામાં હાથ નાખી મામલતદાર તથા તેમના સાથેના પણ ખિરસામાં હાથ નાખી આંટાફેરા મારી રહ્યા હતા. અને સૌથી દુખદ બાબત તો એ કે ૫૦ થી ૬૦ હાઈવા (ડંપરો) ભીની રેતી ભરેલા તથા પાણી ટપકતી હાલતામાં અને રોયલ્ટી વિનાના રેતીભરેલા ડમ્પરો ઉભા હતા એટલી જ સંખ્યામાં નીચે નારેશ્વર ભાટામા પણ રેતી ભરેલી ટ્રકો – ડમ્પરો ઉભેલા હતા તે પણ મોટાભાગે રોયલ્ટી વિનાના હતાં. મેં મામલતદાર – સર્કલ તથા ખાણ ખનીજ ના અધિકારીઓને તેનું પંચનામું કરવા જણાવ્યું ત્યારે તેઓ કોઈકને કોઈ બહાનું કાઢી સમય પસાર કરી રહ્યા હતા. એ દરમ્યાન પ્રાંત અધિકારી કરજણ ઘટના સ્થળે આવતાં અને અમને જણાવ્યું કે હું બધી તપારા કરી કાયદેસરની કાર્યવાહી કરાવીશ તેમ જણાવ્યું ત્યાર પછી અમે લોકોને સમજાવી ત્યાથી નિકળી ગયા. પરંતુ આજ દિન સુધી જે કાર્યવાહી થઈ છે તેનાથી મને સંતોષ નથી. ખુબ મોટી સંખ્યામાં રેતી ભરેલા વાહનો હતા, અને રોયલ્ટી વિનાના આ તમામની સામે શું કાર્યવાહી કરી છે ? કેટલી સંખ્યામાં કરી છે ? તેની સ્પષ્ટતા હજુ સુધી તેઓએ કરી નથી. ઉપરાંત લીઝ સિવાયની બાકીની અન્ય સરકારી જગ્યામાંથી મશીનો દ્વારા ગેરકાયદેસર રીતે જે રેતી કાઢીછે તેનાથી નદીમાં પણ ૨૫ થી ૩૦ ઉંડા ખાડા પડી ગયા છે. આ મોટેભાગે ગેરકાનુની રીતે આ રેતી કાઢવામાં આવે છે. નદીમાં આડ બંધ બાંધવામાં આવે છે. સરકારની રોયલ્ટીનો બેફામ રીતે ચોરી કરવામાં આવી રહી છે. તો આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરતા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મનસુખભાઇએ દુ:ખ સાથે જણાવ્યુ હતું આજે દસદિવસ થવા આવ્યા છે છતાં પણ આ દુ:ખી મરનારના પરિવારને કોઇ સરકારી અધિકારીઓએ આજદિન સુધી મુલાકાત કરી નથી. તો મૃતકના પરીવારોને મળી યોગ્ય સહાયરૂપ થવા અપીલકરતા અધિકારીઓ પણ માનવતા શૂન્ય સાબિત થતા માનવતા યાદ કરાવી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે સાપ કરડતા યુવતીનું મોત.

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 10 ડિસેમ્બરના રોજ ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!