Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના નિવાલદા ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તાલીમ કાર્યક્રમનો શુભારંભ.

Share

આજરોજ નર્મદા જિલ્લાના નિવાલદા ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શાંતાબેન, ડેડીયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તૈયાર કરવા માટે શરૂ થયેલા તાલીમ વર્ગનો શુભારંભ કરતા જણાવ્યું હતું જે પોલીસ ઉમેદવારો ફિઝિકલ
ટેસ્ટમાં પાસ થયા છે તને હવે લેખિત કસોટી અને અન્ય કસોટી માટે સારી રીતે સફળ થઇ શકે તે માટેની તાલીમ આપવામાં આવશે. આ માટે સાંસદ મનસુખભાઇ વસાવા, માજી મંત્રી મોતીભાઈ વસાવાના સહયોગથી આ તાલીમ યોજાશે તે માટે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. તજજ્ઞ વત્સલભાઈ ઓઝા તથા તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

જમીયત ઉલેમા-એ-હિંદની રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિનું અધિવેશન દેવબંદમા યોજાશે.

ProudOfGujarat

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી

ProudOfGujarat

ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!