તિકલવાડા તાલુકાના બુજેઠા ગામના કાર્યકરો કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને જોડાઈ જતા નર્મદા ભાજપા દ્વારા તેમને આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જીલ્લા અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જીલ્લાના મહામંત્રી નીલભાઇ રાવ, નર્મદા જીલ્લા મહામંત્રી વિક્રમભાઇ, નર્મદા જીલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રભાઇ પ્રજાપતિ તથા તિલકવાડા તાલુકાના પ્રમુખ બાલુભાઈ બારીયાજી, નર્મદા જીલ્લા યુવા મોર્ચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારીયાજી, નર્મદા જીલ્લા એસ.સી.મોર્ચાના પ્રમુખ શ્રેયાસભાઈ પરમારજી, તિલકવાડાના સરપંચ અરૂણભાઈ તડવીજી, તિલકવાડા યુવા મોર્ચાના પ્રમુખ કૌશિકભાઈ તડવીજી તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement