Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે “વિમેન એચિવમેન્ટ એવોર્ડ-2022 ” સમારોહમાં 54 મહિલાઓનું કરાયું સન્માન.

Share

8 માર્ચ, મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલાની સેવાભાવી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા, સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા દ્વારા દ્વારા વિવિધ ક્ષેત્રોમા નોંધપાત્ર યોગદાન આપનાર 54 જેટલી સન્માનીય મહિલાઓનું સૌપ્રથમવાર સામુહિક સન્માન કરી “વિમેન એચિવમેન્ટ એવોર્ડ-2022” એનાયત કરવાનો સન્માન સમારોઆંબેડકર ભવન ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમા સમારંભના અધ્યક્ષ તરીકે ગીતાબેન રાઠવા, સાંસદ, છોટાઉદેપુર, જાણીતા વિદ્વાન કથાકાર પ. પૂ. વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી, ડૉ. મધુકર પાડવી, વાઇસ ચાંસેલર, બિરસામુંડા યુનિવર્સીટી, રાજપીપલા તેમજ ડૉ. પ્રમોદકુમાર ડી. વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા, ઉપરાંત સંજય અગ્રવાલ, આસિ.વાઇસ પ્રેસિડેન્ટ, (HR &Admin ), રાજેશ્રી પોલીફીલ, નીરજકુમાર નાયબ વન સંરક્ષક, મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી મહિલા દિન અને નારી ગૌરવનું મહત્વ સમજાવ્યું હતું અને મંત્રી દીપક જગતાપે મહેમાનું સ્વાગત કરી સંસ્થાની વિવિધ પ્રવૃતિઓનો પરિચય કરાવ્યો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લાની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષી તિવારી, ભારતના પ્રથમ પેટ્રોલપંપ ચલાવનાર ભારતની પ્રથમ મહિલા સંચાલક, શશીબેન જાની, છોટાઉદેપુર લોકસભાના પ્રથમ મહિલા સાંસદગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ જેરમા બેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ ભારતીબેન તડવી, પ્રથમ મહિલા ફોટોગ્રાફર સ્મિતા શેઠ, બ્યુટીપાર્લર ચલાવતી પ્રથમ સંચાલક મહિલા દક્ષાબેન પટેલ, લોકડાયરા ગીત સંગીત ગાનાર પ્રથમ લોક ગાયિકા ઉર્વશી પ્રજાપતિ, નર્મદા જિલ્લાની પ્રથમ મહિલા કથાકાર નિશા પંડ્યા, એફ એમ.રેડિયોની સેવારત રેડિયો જોકી અને ગાઈડ, નર્મદા, મહિલા RFO, પ્રથમ મહિલા ACF અને પ્રથમ D.C.F મહિલા અધિકારી, નેશનલ લેવલે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર નર્મદાની પ્રથમ જુનિયર મહિલા ખેલાડી, પ્રથમ મહિલા જિમનાસ્ટિક કોચ મીકેતા પટેલ, નર્મદામા સૌ પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરનાર નર્મદાની પ્રથમ મહિલા પ્રિન્સિપાલ દક્ષા પટેલ, કુંવારી માતાના ત્યજી દેવાયેલ એક દિવસના બીન વારસી બાળકને દત્તક લઈ બે વર્ષથી સુધી ઉછેરી માબાપની ભૂમિકા ભજવતી નર્મદાની સેવાભાવી મહિલા ચંપાબેન ભીલ, પ્રથમ જિલ્લા ક્ષય અધિકારી મહિલા ડૉ ઝંખના વસાવા, માત્ર એક રૂપિયામા કેન્સરની સારવાર કરનાર ભારતની પ્રથમ કેન્સર સ્પેશિયાલિસ્ટ મહિલા તબીબ ડૉ. દમયંતીબા સિંધા, સૌથી નાનીવયની તલવાર બાજી ટ્રેનર દેવાંશી બા સિંધા, રાજપીપલા નગરપાલિકાની પ્રથમ મહિલા યુવા વિપક્ષ નેતા સાહેનુર પઠાણ, ઓર્ગેનિક ખેતી કરનાર નર્મદા જિલ્લાની પ્રથમ પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન વસાવા, રાજપીપલા નગર પાલિકામા સૌથી વધુ વખત કોર્પોરેટર રહી ચૂકેલ મહિલા કોર્પોરેટર ભારતીબેન વસાવા, 2500 થી વધુ સગર્ભા મહિલાની વિનામુલ્યે સારવાર કરનાર ગાયનેક મહિલા તબીબ ડૉ. દર્શનાબેન દેશમુખ, તિરંદાજીમા રાષ્ટ્રીયકક્ષાએ ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ જુનિયર મહીલા તિરંદાજ ખેલાડી તેજલ દિનેશ ભીલ, મહિલા DYSP, વાણી દુધાત, ચેતનાબેન ચૌધરી, મહિલા PSI, ઉપરાંત ભૂખ્યાના ભોજન બનાવનાર રાજપીપલાની હરતી ફરતી અન્નપૂર્ણા મહિલા મારિયા બર્ક, આશ્રમની સંચાલિકા લેખિકા અને મહિલા ચિત્રકાર અમિતાબેન શાહ, પ્રતિભાવાન મહિલા શિક્ષિકા, લેખિકા, શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય સંગીતમા હિરલ રાવ, રાજવી મહિલા રૂકમીની દેવી ગોહિલ સહિત 54 સેવાભાવી મહિલાઓની નોંધપાત્ર સેવાને બિરદાવી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા દ્વારા “વુમેન એચિવમેન્ટ એવોર્ડ-2022” એનાયત કરી ટ્રોફી, પ્રમાણપત્ર, ખેસ પહેરાવી પુષ્પગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ મહિલાઓને વિમેન એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરી પ્રસંગીક પ્રવચનમા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આગળ ચલાવ્યું છે. ગુજરાતમા રાજ્ય સરકારના અથાક પ્રયત્નોને કારણે મહિલાઓની સુરક્ષા વધી છે, શિક્ષણ ક્ષેત્રે મહિલાઓ દરેક ક્ષેત્રમા આગળ વધી રહી છે. મહિલાઓની શક્તિઓ અને સામર્થ્યને બિરદાવનાર જન કલ્યાણ સંસ્થા રાજપીપલાને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્વાન કથાકાર પ. પૂ. વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતું કે દેશ અને સમાજમા નારીનું સ્થાન પૂજનીય છે. દેવો કરતા પણ જેનું સ્થાન ઊંચું છે એવી મહિલાઓનું જ્યાં સન્માન થાય છે ત્યારે પ્રગતિ અને વિકાસનો જન્મ થાય છે. મહિલાઓએ વિમેન એચિવમેન્ટ એવોર્ડ આપનાર સંસ્થા જન કલ્યાણ સંસ્થાના પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપને હદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બિરસામુંડા યુનિવર્સીટી, રાજપીપલાના વાઇસ ચાંસેલર ડૉ. મધુકર પાડવીએ સાહિત્ય મા મહિલાઓનો દરજ્જો અને મહિલા ગૌરવવિશે મહત્વ સમજાવી મહિલાઓ સમાજમા પુરુષ કરતા ઘણી આગળ વધી ગઈ હોવાનું જણાવ્યું હતું. તો કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, ડેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પ્રમોદકુમાર ડી.વર્માએ નર્મદાના કૃષિ વિકાસમાં મહિલાખેડૂતોનું યોગદાન મહત્વનું હોવાનું જણાવી મહિલાઓ શું નથી કરી શકતી? નારી શકતીના અમૂલ્ય યોગદાનને બિરદાવનાર જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના મહિલા દિનના ઉપલક્ષયમા 54 મહિલાઓનું સન્માન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડના જોશીમઠ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને લોકોને વળતર આપવા માંગ

ProudOfGujarat

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ.

ProudOfGujarat

વાલીયાનાં ચમરીયા ગામનાં બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયા રૂ.3,49,200 નો મુદ્દામાલ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!