મિશન ઇન્દ્રધનુષ 2.0 ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. કોઈપણ બાળક અને સગર્ભા માતા રસીકરણ કરાવ્યા વિના રહી ન જાય તેમજ રસીકરણ દ્વારા બાળકોનું સ્વસ્થ અને જીવન ઘડતર સારું થાય તે દિશામાં આજરોજ થી મિશન ઇન્દ્રધનુષ 2.0 ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ના આજથી હાથ ધરાનારા રાઉન્ડમાં નવજાત શીશુથી લઇને ૨ વર્ષના તમામ બાળકો તેમજ સગર્ભા માતાઓને વેકસીનની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવનાર હોઇ, આ મિશન દરમિયાન કોઇપણ લક્ષિત લાભાર્થી જે તે લાભથી વંચિત ન રહે અને અંતરિયાળ વિસ્તાર સુધી લાભાર્થીઓને શોધીને આરોગ્ય સેવાઓ મળી રહે તેની ખાસ કાળજીપૂર્વક કામગીરી કરવામાં આવશે.
જે સંદર્ભે આજરોજ રાજપીપળા ખાતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધીકારી ડૉ. વિપુલ ગામીત, ડૉ સુમન તેમજ અન્ય આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા લિલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું અને આ રેલી પ્લેકાર્ડસ અને સુત્રોચ્ચાંર સાથે રાજપીપળાના માર્ગો ઉપર ફરી હતી સાથો સાથ પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે સરથી રથને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કારવાયું હતું આ રથ નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરશે અને પુરુષ નસબંધી વિશે લોક જાગૃતિ ફેલાવશે. આ બાબતે અધિક આરોગ્ય અધિકારી ડૉ વિપુલ ગામીતે જણાવ્યું હતું કે મિશન ઇન્દ્રધનુષ ની આજે રાજ્યવ્યાપી ઉજવણીના ભાગ રૂપે આજે રેલીનું આયોજન કરાયું છે જેમાં ખાસ કરી દરેક બાળકોને રસીકરણમાં આવરી લેવાશે આવશે જે ખૂબ જરૂરી છે જેથી મીડિયાના માધ્યમથી તેઓએ 0 થી 5 વર્ષના બાળકોને રસીકરણ કરાવવા આહવાન કર્યું હતું ઉપરાંત પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી શરૂ થઈ હતી જેમાં પુરુષ નસબંધી સંપૂર્ણપણે સલામત છે અને પુરૂષો ને તેમના વ્યવહારિક જીવનમાં તેની કોઈ અસર થતી નથી તેમ જણાવ્યું હતું
રાજપીપળા,આરીફ જી કુરેશી.