રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય માટી સર્વેક્ષણ અને ભૂમિ ઉપયોગ નિયોજન બ્યૂરો, ક્ષેત્રીય કેન્દ્ર, ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિક ડો. રોશનલાલ મીના, ટેકનિકલ અધિકારી કુન્દમલ સોની તેમજ દેનીલાલ ઓડ દ્રારા નર્મદા જિલ્લાના રાજપીપળા, દેડીયાપાડા, ગરૂડેશ્વર, તિલકવાડા તેમજ સાગબારાની જમીનના માટીનું સર્વેક્ષણ કરવા માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં માટીની પ્રોફાઇલ ખોદીને માટીની રચના, બંધારણ, રંગ અને વિભિન્ન ગુણોનો અભ્યાસ કરવા માટે નમૂનાઓ લેવામાં આવેલ હતા.
જિલ્લામાંથી માટીના ૩૦૦ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. આ માટીના નમૂનાઓનું પ્રયોગશાળામાં ચકાસણી કર્યા પછી જીલ્લાની માટીના પોષકતત્વોની જાણકારી મળશે જેના આધાર પર પાકો માટે માટીની અનુકૂળતાનો અભ્યાસ કરી શકાશે. માટીની અનુકૂળતા આધાર પર પાકો અપનાવાથી ખેડૂતોના પાક ઉત્પાદન તેમજ આવકમાં વૃદ્ધિ થશે અને માટીનું સ્વાસ્થય સારું રહેશે. આ સંપૂર્ણ જાણકારી ખેડૂત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ વિશ્વ વિદ્યાલય તેમજ વિભિન્ન કૃષિ સંસ્થાઓના માટે ઉપયોગી સાબિત થશે. આ કાર્યમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.પી.ડી.વર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમના માટે ડો.બી.એલ.મીના, ક્ષેત્રીય કેન્દ્ર પ્રમુખ અને ડો.બી.એલ.ત્રિવેદી, નિર્દેશક, રાષ્ટ્રીય માટી સર્વેક્ષણ તેમજ ભૂમિ ઉપયોગ નિયોજન બ્યુરો, નાગપૂરથી પણ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યુ હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા