Proud of Gujarat
FeaturedGujaratINDIA

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા.

Share

છેલ્લા કેટલાક વખતથી ભરૂચ નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારને કરોડોનું નુકશાન કરવા ઉપરાંત નિર્દોષોના જાન લેનાર રેતી માફિયાઓ અને મીલીભગત કરનાર અધિકારીઓ સામે પ્રજા હિતમાં અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ વસાવા પ્રજાના રીયલ હીરો બની ગયા છે. ટ્વીટર, ફેસબુક સહીત સોસીયલ મીડિયામા મનસુખભાઇનો અવાજ આદિવાસીઓ અને આમ પ્રજાનો અવાજ બની ગયો છે. સૌ પ્રથમ વખત દેશભરમાથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. ખાસ રોચક વાત એ છે કે હાલ ચાલી રહેલ ટ્વીટર ટ્રેન્ડમા ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ “ટ્રેલર” ના ટ્રેડિંગને પણ પછાડીને મનસુખ વસાવાનો “we support mansukh વસાવા”નો ટ્રેન્ડ બીજા નંબરે પહોંચી ગયો છે.આ ટ્રેન્ડ સતત બે કલાક સુધી ચાલ્યો હતો એમાં થોડી વાર માટે તો પ્રથમ નંબરે પણ ટ્રેન્ડ પહોંચ્યો હતો ત્યાર પછી ચઢાવ ઉતાર ચાલતો રહ્યો અને હજી પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શાહરુખ ખાન ભલે ફિલ્મી પડદાના હીરો હશે પણ સાંસદ મનસુખ વસાવા પ્રજાના રીયલ હીરો બની ગયા છે. પહેલી વાર આદિવાસી નેતા મનસુખભાઈને દેશભરમા સૌથી વધુ લોકચાહના મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વખત પહેલા તાજેતરમા ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાને મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે તું તું મૈં મૈં નો વાયરલ થયેલા વિડિઓએ ભારે ચકચાર જગાવી છે. ખાસ કરીને સાંસદ મનસુખભાઈએ જે રીતે જે રીતે ગુસ્સો વ્યક્ત કર્યો છે એ જોતા રેતી માફિયાઓ સાથે કેટલાક અધિકારીઓની મીલીભગત હોવાનું પણ બહાર આવ્યું છે. મીલીભગત હોવાનો ખુલ્લો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો. એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ તથા નર્મદા જીલ્લામા રેતી ખનન બેરોકટોકપણે ચાલી રહી છે. આ રેતી ખનનના કારણે નદી કિનારામાથી રેતી કાઢવામા આવે છે. જેના કારણે ઉંડા ખાડા પડી જતા નદી કિનારે સ્નાન કરવા જતા લોકો ઉંડા ખાડાના કારણે ડુબી જવાથી ધણા મૃત્યુ થાય છે. રેતી ભરીને જતા ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક હંકારી અકસ્માત કરે છે. જેના કારણે હાલમા જ ઝનોર ગામના ઈસમોના મૃત્યુ થયા છે. જેને કારણે સાંસદ મનસુખભાઈ વસાવા આ રેતી ખનન કરી રહેલ રેતી માફિયાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે જાગૃત લોકપ્રતિનિધી તરીકે અને સંવેદનશીલ પ્રજાના સેવક તરીકે તેમની જવાબદારી નિભાવી હતી. જે નિડર અને નિસ્વાર્થ ભાવે એક જન માનસ નો અવાજ હોવાનું સમર્થકોએ જણાવ્યું હતું.

Advertisement

ત્યારે હંમેશા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર અને સત્યનો પર્દાફાશ કરનાર પ્રજામાં સૌથી વધુ લોકપ્રિય સાંસદ છ-છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા પ્રજાના સાચા સેવકબની રહેલા સાંસદ મનસુખભાઈ ફરી એક વાર લોકપ્રિય હીરો બન્યા છે. પ્રજાને થતાં અન્યાય સામે પોતાના જાનની પણ પરવાહ ન કરનારા પ્રજાના સાચા હીરો તરીકે મનસુખભાઈ આજે પણ પ્રજાનાના દિલમાં આજ કારણે રાજ કરી રહ્યા છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સોનાની ખરીદી અને વેચાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, સરકારે નવા નિયમો લાગુ કર્યા. જાણો.

ProudOfGujarat

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!