ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન શક્તિકરણ વિભાગનો બે દિવસીય કાર્યશાળા તારીખ ૪/૦૩/૨૦૨૨ થી તારીખ ૫/૦૩/ ૨૦૨૨ સુધી કેવડિયાના ટેન્ટ સીટી ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્ય શાળાનું ઉદઘાટન ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના માનનીય મંત્રીના વરદ હસ્તે થશે.
આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોના સશક્તિકરણ તેમજ તેમનું જીવન સરળ બનાવવા માટે સરકારની યોજનાઓ વિષે વાકેફ કરવામાં આવશે તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના ગણમાન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Advertisement
જ્યોતિ જગતાપ, રાજપીપલા