નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે આજથી પાંચ દિવસય મહાશિવરાત્રીનાં
મેળાનો પ્રારંભ થયો છે. કોરોનાના કારણે ગાઈડલાઈનના પાલન સાથે મેળો યોજાયો છે.
એક માત્ર નેપાળી શૈલીના આ પ્રાચિન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી મેળો ભરાશે.આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોના શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે. આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો નર્મદાનો સૌથી મોટો મેળો ગણાય છે. સામાન્ય રીતે મહાશિવરાત્રીને સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે જયારે એક માત્ર દેવમોગરામાં મહાશિવરાત્રીએ આદિવાસીઓ
શકિતની પૂજા કરે છે, જોકે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતા આ મેળો મહાશિવરાત્રીમાં ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા. નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે.
ગુજરાત સરકાર દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવવા જઈ રહી છે ત્યારે આ ધાર્મિક સ્થળનુ મહત્વ વધી ગયુ છે. બે હજાર ફૂટની ઉચાઇએ સાતપૂડાની રય ગીરીમાળામાં આવેલ છે. આ મેળામા પગપાળા સંઘ દ્વારા બળદગાડામા વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા માનતા પૂરી કરવા આવે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગવી શૈલીના અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય પશુ પક્ષીઓને ચઢાવે છે, આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ ચઢાવવાનો અનોખો રિવાજ પણ છે. આદિંવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવેધ તરીકે ધરાવતા. એટલુ જ નહી ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચઢાવવાનો પારિવાજ છે. ટોપલીમાનું ધાન્ય લઇને લોકો આવે છે અને માતાજીને અર્પણ કરયુ હતું. ઉપરાંત બકરા, મરધા જીવતા ૨મતા મૂકવાનો પણ રિવાજ છે, પહેલા બકરા મરધાને બલી ચઢાવાનો પારિવાજ પણ હતો પરંતુ આ પ્રથા બંધ થઇ ગઇ છે, આદિવાસીઓ પશુઓને રમતા મૂકી પોતાની બાધા માનતા પૂરી કરી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા