Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ-લોકાર્પણ.

Share

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે. શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા માટે www.narmadamahaaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે જેનું પણ નર્મદા મહાઆરતી બાદ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યુ કે, ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની મહાઆરતી થઇ રહી છે અને મને આનંદ છે કે હું આજે પ્રથમ યજમાન બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ કહ્યુ છે કે, નર્મદા નદી નથી પણ નદીની સાધના છે. નર્મદા નદી દ્વારા કચ્છથી લઈને ઉતર ગુજરાત સુધીના વિસ્તારો હરિયાણા બન્યા છે. નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઇ જવાય છે.

વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજદિન સુધી ૭૮ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની દીર્ઘ દૃષ્ટિથી આ શક્ય બન્યું છે. આ મહાઆરતીમા ૬ હજારથી પણ વધુ લોકો ભાગ લઈ શકે તેમજ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધ્યક્ષ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે, એકતાનગરના પ્રણેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નર્મદા ઘાટ અને કોરીડોરનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યુ છે. ઘાટ પર નદીનાં પ્રવાહને ધ્યાને લેતા ૬,૦૦૦ શ્રધ્ધાળુઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

વેબસાઇટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

આગની ઘટના વેળાએ ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ઘટેલી દુર્ઘટનાં મામલે સમસ્ત જિલ્લા માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ આપતા એનજીટી દ્વારા કંપનીને રૂપિયા 25 કરોડ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : રસ્તા પર ખાડા પડવાથી વધતાં જતાં અકસ્માતો અંગે પોલીસતંત્રની અનોખી સલાહ જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!