Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કુંવરપરા અને ભચરવાડા ગામના લોકોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો.

Share

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે ત્યારે ગુજરાતભરમાંથી કોંગ્રેસના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપામા જોડાઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામા પણ ભાજપે કોંગ્રેસ અને બીટીપીના ગઢમાં ગાબડાં પાડવાનું શરૂ કર્યું. કોંગ્રેસ અને અન્ય પક્ષમા કાર્યકરોનું સ્વમાન જળવાતું ન હોવાથી અને વિકાસના કામો થતાં ન હોવાથી નારાજ કાર્યકરો કોંગ્રેસ અને અન્ય પક્ષથી વિમુખ બની રહ્યા છે.

ગઈકાલે નર્મદા જિલ્લાના કુંવરપરા અને ભચરવાડા ગામના સ્થાનિક લોકોએ બિટીપી અને કોંગ્રેસ જોડે છેડો ફાડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરતા કોંગ્રેસ છાવણીમા સન્નાટો વ્યાપી ગયો હતો. નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી નીલ રાવ, વિક્રમભાઈ તડવીની ઉપસ્થિતિમા 52 જેટલાં લોકો ભાજપામા જોડાઈ જતા જિલ્લા પ્રમુખ મહામંત્રીએ તેમને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારી સંગઠનના કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જિલ્લા મહામંત્રી નીલભાઈ રાવ, કિશાન મોરચા પ્રમુખ નિકુંજભાઈ પટેલ તથા, BJYM ના પ્રદેશ કારોબારી સભ્ય એવા યતિનભાઈ નાયકની ઉપસ્તિથીમા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના લોકો ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો જોઇને વિકાસના નામે સ્વયંભૂ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી જેવી પ્રજાની સાથે રહીને વિકાસના કામો કરી રહી છે તેનાથી પ્રભાવિત થઈને વિકાસના પ્રવાહમાં સ્વયંભૂ જોડાયા છે. અમે એમને આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કામો જોઇને લોકો સામે ચાલીને જોડાઈ રહ્યા છે આનંદની વાત છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પંચમહાલમા દારુની હેરાફેરીનો અનોખો કીમીયો,માર્શલગાડીમાં ખાનુ બનાવી છુપાવેલો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

ProudOfGujarat

કલમઠા ગામની સર્પડંશની મહિલાને એનડીઆરએફની ટીમે બચાવી :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!