Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત રોડનું કરાયું ખાતમુહૂર્ત.

Share

ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે તૈયાર થનાર ૨.૫૦ કિ.મી. રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અંતરિયાળ અને છેવાડાના લોકોને અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચાડીને લાભાન્વિત કરાયાં છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત રોડનું ખાતમુહૂર્ત કરાયું છે ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે સમયસર આવન જાવન સરળતાથી કરી શકશે તેમજ આ કામ પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવો મંત્રી મોદીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યની ૭ કરોડની જનતાને રોડ કનેક્ટીવિટીનો લાભ મળે તે માટે ગામડાઓને જોડતા રોડનું અભિયાન હાથ ધરવાની સાથે અનેક નવા કોઝવે અને નવા રસ્તાઓનું નિર્માણ કરીને સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવતું હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું. ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન કરતાં કહ્યું હતું કે, જિલ્લામાં નવા રસ્તાઓના કામ હાલ ચાલી રહ્યાં હોવાની સાથે એક ગામથી બીજા ગામ જવાની સરળતા રહેશે. રસ્તા સારા બનવાથી ધરતીપુત્રો કે અન્ય લોકો પોતાનો વેપાર-ધંધો સમયસર કરી શકશે અને લોકોને રોજગારી પણ વધુ મળી રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઉમરવાથી ઉમરવા નવી વસાહત તાંત્રીક મંજૂરી સાથે અંદાજે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે ૨.૫૦ કિ.મી. નો રોડ તૈયાર કરાશે. આ રસ્તો બનવાથી ઉમરવા નવી વસાહતમાં વસતા ૫૪૮ જેટલા ગ્રામજનોને પાકા બારમાસી રસ્તાનો લાભ મળશે. તેમજ ઉમરવા ગામમાં વસતા ૧૭૨૧ જેટલા ગ્રામજનોને પાકા રસ્તાનો લાભ મળશે. જેમાં જી.એસ.બી. ૧૫૦.૦૦ એમ.એમ, ડબલ્યુ.બી.એમ એક લેયર ૧૫૦ એમ.એમ, બીજુ લેયર ૧૦૦ એમ.એમ, એક રો અને બે રોનું એક એચ.પી.ડ્રેઇન, ત્રણ રોનું વેન્ટેડ ડીપ તેમજ ૬ ગાળા, ૭ x ૪ મીટર બોક્સ કલ્વર્ટ બી.એસ.જી. ૩૭.૫૦ એમ.એમ, કારપેટ ૨૫ એમ.એમ અને સીલકોટ ૧૮.૦૦ એમ.એમની સાથે રોડ ફર્નિસીંગ તૈયાર કરાશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.

ProudOfGujarat

દહેજ પાસેના લખીગામમાં બેફામ બનેલો બુટલેગર આખરે પોલીસના સકંજામાં, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!