નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇ મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન આવેદન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજપીપળા ખાતે મામલતદાર ઓફિસની બહાર ધરણા પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરાયા હતા. શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઇ આજે સમગ્ર નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓમાં પ્રદર્શન અને આવેદન આપવાના પ્રોગ્રામ આયોજન કરાયું હતું.પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચ ની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી 1/1/ 2016ની અસરથી બધા જ શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, ફિક્સ પગાર દૂર કરવું, શિક્ષકોને ટીચર શિક્ષક સહાય વિદ્યાસહાય ગણિત શિક્ષકોના અથવા નવા શિક્ષકોને 31 માર્ચ 2021 પહેલા એક સરખુ વેતન આપવામાં આવે ઉપરાંત નાંદોદ પ્રાથમિક શિક્ષણ સંઘ ના મહામંત્રી કલમ ભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ પુરી ન થાય તો આવનાર સમય માં ઉગ્ર આંદોલન કરીશું ઉપરાંત રમેશ ભાઈ ગોહિલે જણાવ્યું હતું કે શાળાઓને મર્જ કરવાની જે યોજના છે તે મોકૂફ રાખવી જોઈએ અને શિક્ષકોની જે માંગણીઓ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય તેવી માંગ કરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી