કુંવરપરા ગ્રામપંચાયતને અલગ દરજ્જો આપવામાં ભરચરવાડા નવી વસાહતના લોકોને પૂછયા વિના સમાવેશ કરાયાનો આક્ષેપ.
રાજપીપલા:નાંદોદ તાલુકાની બે ગ્રામ પંચાયતો પૈકી ભચરવાડા અને કુંવરપુરા ગ્રામ પંચાયતોની ચૂંટણી 22મી એપ્રિલે યોજાશે.ભચરવાડા ગ્રામ પંચાયતનાં વિભાજન બાદ ચૂંટણી યોજાઈ રહી છે.જ્યારે કુંવરપરા ગ્રામ પંચાયતની ચૂંટણી આઝાદી બાદ પ્રથમવાર યોજાઈ રહી છે.ત્યારે ભચરવાડા ગામની નવી વસાહતને ભચરવાડા માંથી છૂટું પાડી કુંવરપુરા ગ્રામપંચાયતમાં સમાવેશ કરવામાં આવતા બંને ગામમાં વિવાદ થયો છે.જેમાં ચૂંટણીના એક દિવસ પૂર્વે જ એક ફળિયાના નાગરિકો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.ગામમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લઇ પૂર્વ દિવસે મતદારો ગામમાં નીકળી પડ્યા હતા.ત્યારે આજે નવી ભચરવાડા નવી વસાહતના લોકો મતદાન નહિ જ કરે એ વાત ચોક્કસ છે.હવે રવિવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે નવી વસાહતમાંથી કેટલા મતો પડે છે જે જોવું રહ્યું।
અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરપુરા ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો અત્યાર સુધી લડત લડતા રહ્યા છતાં નહોતો મળ્યો.ત્યારે એ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને 35 વર્ષની લડત બાદ 19 ઓક્ટોબરે અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મળ્યો હતો.પરંતુ એક ગ્રામ પંચાયત પૂર્ણ કરવા જરૂરી વસ્તીના ધોરણે ભચરવાડા ગ્રામ પંચાયતમાંથી નવી વસાહતને અલગ કરી કુંવરપુરા ગ્રામપંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જે નિર્ણય ગ્રામજનોને વિશ્વાશમાં લીધા વગર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.પરંતુ જેનો કોઈ નિકાલ ના આવતા કુંવરપરા ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભચરવાડા નવી વસાહતના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.