Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેરના લાકડાની ગે.કા રીતે હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડતી તિલકવાડા પોલીસ.

Share

નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં બનતી ગે.કા પ્રવૃતિ સબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગેપરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત કેવડીયાના માર્ગદર્શન હેઠળ ક્વોલીશ ગાડી ગે.કા રીતે ખેરના લાકડા ભરી વનમાલા તરફ આવે છે તેવી બાતમી મળતાં સ્ટાફના માણસો કુંકરેજ-વનમાલા રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન એક ક્વોલીશ ગાડી કુંકરેજ તરફ્ટી આવતા તેને રોકી તેના ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ અનિલભાઇ રણજીતભાઇ તડવી (ઉ.વ.૨૪ રહે.મોસ્કુવા તા.ડેડીયાપાડા જી.નર્મદા )હોવાનુ
જણાવેલ અને તેની સાથે બીજા બે ઇસમો ગાડીમાં હોઇ તેમનું નામ રામદાસભાઇ સુરજીભાઇ વસાવા તથા મગનભાઇ કુવરજીભાઇ તડવી નાઓ હતા અને તેમની પાસેની ક્વોલીશ ગાડી નબર જોતા તેનો રજીસ્ટર જી જે.૨૩ એ.૯૦૦૨ નો છે જે ક્વોલીશ ગાડીમાં ચેક કરતા તેમા પાછળના ભાગે ખેરના લાકડા ભરેલ છે જે આશરે એક ટન જેટલા છે. જેની આશરે કી.રૂ.૨૦,૦૦૦/- ગણી જે ખેરના લાકડાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહી હોવાનુ જણાવેલ. જેથી આ ક્વોલીશ ગાડી કી -રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા ખેરના લાકડા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા પકડાયેલ ઇસમો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ રેંજ ફોરેસ્ટર અધિકારી કેવડીયાને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભ્રસ્ટાચાર ની મોટી તિરાડ અંકલેશ્વર ખાતે રીપેરીંગ થઈ તૈયાર થયેલા ONGC બ્રિજ પર જોવા મળી

ProudOfGujarat

ભરૂચ ખાતે નિરામય ગુજરાત અભિયાનનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!