Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના સુકા ગામે 2 ઘરમા આગ લાગતાં ઘર વખરીને નુકસાન.

Share

ગરુડેશ્વર તાલુકાના સુકા ગામે 2 પરિવારના ઘરમા આગની આકસ્મિક ઘટના બની હતી. ઘટના સ્થળે ગામ લોકોએ પહોંચી ગામના સરપંચ તથા ગામના આગેવાન રાજુભાઈ તડવી તથા ગામ લોકો દ્વારા આગ ઓલવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા છતા મોટા પ્રમાણમા ઘર વખરી સામાન બળી જતા ઘણું નુકસાન થયુ હતુ. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પરિવારને આર્થિક સહાય કેશ, ડોલ, રસોઈ બનાવવાના વાસણ તથા અનાજની વ્યવસ્થા કરવામા આવી હતી.

તેમની સાથે જિલ્લા ભાજપાના મહામંત્રી વિક્રમભાઈ તડવી, તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી, જિલ્લા પંચાયત સભ્ય પદમબાબુ તડવી, જીતેન્દ્રભાઈ ભીલ, રાજુભાઈ તડવી, ઉસ્માનભાઈ, ગામના સરપંચ મહેશભાઈ તડવી હાજર રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોના ફૂટપાર્થ પરથી અજાણ્યા ઇસમોનો મૃતદેહ મળ્યો,પોલીસે મામલે વધુ તપાસ હાથધરી..!!!

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરતથી અમદાવાદ જતા યુવાનનો મોબાઈલ ફોન સુરતના ઉત્તરાણ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી લાકડી મારી પડાવી લેતા યુવાને પોલીસ ફરિયાદ માટે ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!