Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે યુવા અને સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ.

Share

આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જોકે તેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સક્રિય રહી છે. જેમાં નર્મદા ભાજપાના પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ અને વિક્રમભાઈ તડવી સહીત ભાજપાની ટીમ પાર્ટીના આદેશ અનુસાર પાર્ટીના આદેશ અનુસાર તમામ કાર્યક્રમોના સફળ આયોજન કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામા કાર્યકરો જોડાઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, સરકારની યોજનાઓ, વિકાસના કામો લાભો લોકો સુધી પહોંચડવા નર્મદા ભાજપા સફળ રહ્યું છે.

ત્યારે આગામી કાર્યક્રમના આયોજન અર્થે આજે રાજપીપળા ખાતે યુવા અને સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની એક મહત્વની બેઠક યોજાઇ હતી. પાર્ટીના જેમાં સંગઠનને વધુ મજબૂત કઇ રીતે કરી શકાય તેમજ આગામી કાર્યક્રમ વિશેની ચર્ચા હાથ ધરાઈ હતી. જિલ્લા મહામંત્રી નીલભાઈ રાવ, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, પ્રદેશ કાર્યકારણી સદસ્ય દાહોદ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યતિનભાઈએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા સોશિયલ મિડીયા કન્વીનર ધનરાજ તડવી સહીત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરના વાલિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat

વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!