તા.૧૭ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ખેલ મહાકુંભ સંદર્ભે રજીસ્ટ્રેશન કર્ટેન રેઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવનાર છે, જે અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે.
ખેલ મહાકુંભની ગ્રામ્ય/શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની અલગ-અલગ વયજૂથમાં વિવિધ ૨૯ રમતોની સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ખેલ મહાકુંભ અંતર્ગત આયોજન કરવામાં આવનાર છે. જેમાં નર્મદા જિલ્લાના તમામ વયજૂથના ખેલાડીઓ ભાગ લે તે માટે જાહેર અનુરોધ કરાયો છે. આ સાથે કર્ટેન રેઝર કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્યના/જિલ્લા/તાલુકા અને ગ્રામ્યકક્ષાએ લાઈવ ટેલીકાસ્ટ ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પ્રસાર થતી ટીવી ચેનલ DD Free DTH ના માધ્યમ ઉપરાંત બધી ચેનલો DISH TV DTH તથા JIO TV મોબાઈલ એપ્લિકેશન પર નિહાળી શકાશે. તેમ, જિલ્લા રમત-ગતમ અધિકારી, રાજપીપલા-નર્મદા તરફથી જણાવાયું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા