Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ૨૨ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ.

Share

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ અને જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ અને દેડિયાપાડા તાલુકાની જૂના મોઝદા માધ્યમિક શાળા માટે વિજ્ઞાનના સાધનો પુરા પાડવા માટે બેંગ્લોરની NEW SPACE INDIA LTD (NSIL) ને CSR એક્ટિવિટી અંતર્ગત રૂા.૧૦.૦૦ લાખની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે દરખાસ્ત કંપની દ્વારા મંજુર કરી બન્ને શાળાઓને શાળાદીઠ રૂા.૫.૦૦ લાખના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ સાધનો બન્ને શાળાઓના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને વિજ્ઞાનના શિક્ષણકાર્યમાં મદદરૂપ અને ઉપયોગી સાબિત થશે તેમજ વિદ્યાર્થીઓના લર્નિગ આઉટકમમાં વધારો થશે.

આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.કે.પી.પટેલ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાન માટે રૂા.૨૫.૦૦ લાખ અને જિલ્લાના ૨૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કેન્દ્ર દીઠ એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પુરા પાડવા માટે રૂા.૨૨.૪૦ લાખની દરખાસ્ત સહિત કુલ- રૂા.૪૭.૪૦ લાખની દરખાસ્તોને NEW SPACE INDIA LTD (NSIL) કંપનીને મોકલી આપવામાં આવેલ હતી, જેને કંપની દ્વારા હાલમાં જ પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. NEW SPACE INDIA LTD (NSIL) ધ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે મંજુર કરવામાં આવેલ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાનની મદદથી જિલ્લાના દુર્ગમ, અંતરિયાળ અને પહાડી વિસ્તારોના લોકો સુધી ઈમરજન્સીના સમયમાં સમયસર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી શકાશે તેમજ સંસ્થાકીય પ્રસૂતિ, બાળકોને સંપૂર્ણ રસીકરણ, ANC રજીસ્ટ્રેશન જેવા એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમનાં અગત્યના ઈન્ડીકેટર્સને ૧૦૦ % સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થશે.

Advertisement

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા.

ProudOfGujarat

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ સાથે ગેરવર્તન કરનાર ભરૂચ તાલુકાના ઉમરાજના તલાટી કમ મંત્રીની માહીતી આયોગ કોર્ટે ધૂળ કાઢી…

ProudOfGujarat

કરજણ તાલુકાના કણભા ગામે પતિએ ઝઘડામાં પત્નીનું ઢીમ ઢાળી દેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!