Proud of Gujarat
GujaratFeaturedINDIA

પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે નવતર પ્રોજેક્ટ હાથ ધરાયો.

Share

પ્લાસ્ટિક વેસ્ટથી વિશ્વ આખુ પીડાઈ રહ્યુ છે, ત્યારે પ્રજાજનોમાં આ વિષયે જાગૃતિ આવે, અને રોજિંદા જીવનકાર્યોમા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તે દિશામા વ્યારા વન વિભાગ દ્વારા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વનવિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે અહીં એક નવતર પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

પદમડુંગરી કેમ્પસાઈટના સંચાલકો સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને ખૂબ ગંભીરતાથી લેતા, અહીંના પરિસરમાં પ્લાસ્ટિક સહિત પર્યાવરણને હાનિ પહોંચે તેવી ચીજવસ્તુઓ પ્રવેશે નહીં, તેની બારીકાઈથી દરકાર રાખી રહ્યું છે. અહીં પ્લાસ્ટિકને ‘ના’ છે. વળી, વનવિભાગે એક નવતર પહેલ કરતાં કેમ્પ સાઈટ પરિસરમાં જ ‘અંબિકા ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ’ની સ્થાપના કરી છે. પ્લાન્ટનું સંચાલન ગામની સ્થાનિક મહિલાઓ સંભાળે છે. અંબિકા વોટરનો ટ્રેડમાર્ક પણ લેવામાં આવ્યો છે. પદમડુંગરી ઈકો કેમ્પસાઈટ અંબિકા નદીના કિનારે આવેલું હોવાથી નદીના પાણીને સીધું પમ્પ કરી નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરવામાં આવે છે, અને ગ્લાસ બોટલમાં પેકેજીંગ કરી ટોકન દરે વેચાણ કરવામાં આવે છે.

પ્લાસ્ટિકમુક્ત પરિસર બનાવવાના વિચારને વહેતો મૂકનારતી રૂચિ દવે જણાવે છે કે, ઈકોટુરિઝમ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય પિકનિક નહીં, પણ લોકોને આપણાં જળ-જંગલ અને જમીન પ્રત્યે સંવેદનશીલ બનવવાનો છે, અને પ્રકૃતિ શિક્ષણ થકી લોકો તેની રક્ષા કરે તે સમજાવવાનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી જનજાગૃત્તિ અને પ્રકૃત્તિ શિક્ષણ તરફનો અમારો નાનકડો પ્રયાસ છે અને લોકોએ તેને ઉમળકાભેર આવકાર્યો છે. પરિવહન સાથે સંલગ્ન કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ આ પહેલ ઉપયોગી બનશે એમ આ વન અધિકારીએ ઉમેર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

ProudOfGujarat

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!