Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે બજેટથી દેશને થનારા લાભ અંગે ચર્ચા કરી.

Share

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રીયમંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા અને પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસે બજેટથી દેશને આગામી સમયમાં થનારા લાભ અંગે માહિતી આપી હતી. આ બજેટ અમૃતકાળનું બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને ફેબ્રુઆરીની પહેલી તારીખે લોકસભામાં ભાજપ સરકારનું દસમું ડિજીટલ બજેટ 2022 -23 રજૂ કર્યુ હતું. આ વખતનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રકચર, રોકાણ, વિકાસ, અને રોજગારીની નવી તકો ઉભી કરનારુ છે. ખેડૂતોના કલ્યાણ માટે મહત્વના પગલા આ બજેટમાં લેવામાં આવ્યા છે. ત્યારે આ બજેટથી દેશના નાગરિકોને થનારા લાભો વિશે આજે કેન્દ્રીયમંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા અને પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કર્યુ હતું.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાજીએ બજેટ પર વિશ્લેષણ કરતા જણાવ્યું કે, આ બજેટ અમૃતકાળનું બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યું. અમૃતકાળનું બજેટ એટલે આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આમ તો બજેટ કોઇ સરકાર આગામી બજેટ કે આગામી ચૂંટણીને ઘ્યાને રાખી રજૂ કરે છે પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટીથી આ બજેટ આગામી 100 વર્ષ પછી ભારત કેવું હશે, વર્તમાન સમસ્યા સામે દેશ કેવી રીતે લડશે તેના પર ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટ સર્વસમાવેશ છે. બધી જ્ઞાતી,જાતિ,વર્ગ સમુદાયને ઉપયોગી બજેટ છે. મેન્ટલ હેલ્થ, ડિજિટલ કરન્સી, ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્લાઇમેન્ટ ચેન્જ, પ્રાઇવેટ એન્ડ પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગતિશક્તિની અંદર રોડ, રેલ્વે, એરપોર્ટ, સી પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, અને લોજીસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર પર સરકારે ભાર મુક્યો છે જેનાથી દેશને કેવીરીતે ફાયદો મળશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગતીશક્તિના માધ્યમથી લોજીસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરવા સાડા સાત લાખ કરોડનો ખર્ચ પ્રતિ વર્ષ કરવાનું નક્કી કર્યુ છે. જેનાથી દેશમાં રોજગારી પણ વઘશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ તાલુકાના ડુંગરી જી.આઇ.પી.સી.એલ.ના માર્ગ પર કપચી બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન

ProudOfGujarat

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડ પરીક્ષાનું આયોજન અંગેની નીતિ વિષયક પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચના બોરી અને ચાંચવેલ ગામ ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા આખરે પોલીસ પકડમાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!