સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના દુઃખ નિધન બાદ દેશભરમાં બે દિવસનો શોક મનાવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાષ્ટ્રીય શોક મનાવાયો હતો જેમાં રાષ્ટ્રીય શોક હોવાને કારણે રાજપીપલા વિજયસિંહ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો હતો. તેમજ એ ઉપરાંત કેવડિયા ખાતે એસઓયુ, એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજઅડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી આ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સ્વર સામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરનું નિધન થતાં કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોક જાહેર થાય ત્યારે ભારતીય તિરંગો જ્યા હોય ત્યાં તમામ સ્થળો પર તેને અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે તે મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ બે દિવસ ફરકાવેલો રાખવામાં આવશે.
દીપક જગતાપ, રાજપીપલા