નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક નર્મદા જ્યંતી ઉજવાઈ હતી. જેમાં નાંદોદ તાલુકાના માંગરોળ ગામે સમસ્ત ગ્રામજનોએ 1100 ફૂટ લાંબી ચૂંદડી નર્મદા મૈયાને અનોખી રીતે ઓઢાડાઈ હતી. માંગરોલ ગામે મોટી સંખ્યામાં મહિલાઓ, સાધુ સંતો, ગ્રામજનો દ્વારા ઉપસ્થિત રહીને સમસ્ત ગ્રામજનોએ સામુહિક નર્મદા પૂજન કરી નર્મદા જયંતીની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે નર્મદા પૂજન, કન્યા ભોજન તથા ભંડારાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સમસ્ત ગ્રામજનોએ નર્મદાને સદા સ્વચ્છ રાખવાનો સંકલ્પ પણ લીધો હતો. ગામની મહિલાઓએ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી 1100 ફૂટ લાંબી ચૂંદડીને હાથમાં પકડીને નર્મદા સ્ત્રોતનું પઠન કરીને માંગરોલ નર્મદાકાંઠેથી સામેના વાસણ નર્મદાકાંઠા સુધી દસ જેટલી નાવડીઓના સહયોગથી નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરરવામાં આવી હતી.
આ અંગે સ્વામી સદાનંદ મહારાજના જણાવ્યા અનુસાર મને ચુંદડી ઓઢાડવા માટ સુરતથી સાડા બાર હજાર રૂપિયાના ખર્ચે સાડીનો આખો તાકો મંગાવી 1100 ફૂટ લાંબી ચુંદડી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે માંગરોળ નર્મદા કાંઠે સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા પૂજન તેમજ કન્યા ભોજન ભંડારાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા ખળખળ વહેતી રહે, નર્મદા સ્વચ્છ રહે એવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. માંગરોળનો નર્મદા ઘાટ જે તૂટી ગયો છે તે ઘાટ રીપેર કરાય તેવી પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા