પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવીની FCI ગુજરાતના ડિરેકટર પદે નિમણુંક કરાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શબ્દશરણ તડવી પહેલી જ વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા, જીત્યા અને સીધા જ મંત્રી પદે આરૂઢ થયા હતા. શબ્દશરણ તડવીની નિગમમાં નિમણુંક બાદ એમના સમર્થકોએ એમને અભિનંદન આપ્યા હતા.
શબ્દ શરણ તડવીએ જણાવ્યું હતું કે FCI એટલે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા.FCI નું બિલ 1964 માં લોકસભામાં પાસ થયું એ બાદ 1965 માં એની સ્થાપના થઇ અને દેશ ભરમાં લાગુ કરાયું. FCI એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એકમ છે, જેનો વહીવટ IAS કક્ષાના ઉચ્ચ અધિકારીઓ કરતા હોય છે.FCI ના હાલના ચેરમેન અને MD સંજીવ કુમાર છે.ખાદ્ય અનાજની ચકાસણી તથા દેશ ભરમાં ખાદ્ય અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કે નહીં એ જોવાની સંપૂર્ણ જવાબદારી FCI ની હોય છે.FCI ની જ્યારે સ્થાપના થઇ ત્યારે એનું પહેલું હેડ ક્વાટર ચેન્નાઇમાં હતું, હાલ એનું હેડ ક્વાર્ટર ન્યુ દિલ્હી ખાતે છે.
FCI ની દેશ ભરમાં 2000 જેટલી ઓફિસો છે.સ્થાપના સમયે 1965 માં FCI નું ટર્ન ઓવર 130 કરોડ હતું જે વધીને હાલ 1 લાખ કરોડ પર પહોંચ્યું છે.દેશના FCI ના 25,000 વિવિધ સેન્ટરો પર ખાદ્ય અનાજની ચકાસણી થાય છે દેશની વિવિધ સસ્તા અનાજની દુકાનો પર પહોચાડાય છે.FCI એ એશિયાની સૌથી મોટી ફૂડ ચૈઈન પૈકીની એક છે.FCI ભારત સરકારની લીગલ બોડી છે.FCI ની સૌથી પહેલી ઓફિસ તામિલનાડુની તનઝાપુરમાં હતી, મિનિસ્ટર ઓફ કંઝ્યુંમર અફેર્સ, ફૂડ & પબ્લિક ડિસ્ટ્રિબ્યુટર્સ ઓપરેટ કરે છે. ખેડૂતો પાસથી અનાજ ખરીદી સારા ભાવ અપાવવા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત ખાદ્ય અનાજનું વિતરણ કરવું એ FCI ની જવાબદારી છે.FCI ગરીબ લોકો માટે સસ્તા દરે સસ્તા અનાજની દુકાનો પર દેશ ભરમાં અનાજનું વિતરણ કરે છે.નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત અનાજનો વ્યાપાર કરવો, બફર સ્ટોક તૈયાર કરે છે. આ નિમણૂકને આવકારી પાર્ટીનો આભાર વ્યક્ત કરી ડિરેકટર તરીકે સક્રિય કામગીરી કરવાની ખાત્રી આપી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા