રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી. જેમા રાજપીપળા ખાતે આવેલા સ્વામીનારાયણ વિદ્યામંદિર નિશાળમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષા પવિત્ર વર્ષની જેમ ભક્તિભાવપૂર્વક પૂજન કરાયુ હતુ. નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિશાળમાં મારે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. સિદ્ધેશ્વર સ્વામિનારાયણ મહારાજે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું હતું તેથી આ દિવસે શિક્ષાપત્રીનું ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. આ શિક્ષક પથરીમાં શિક્ષાપત્રીમા લખી જીવન જીવવાની કળા દર્શાવી છે. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાય નું બંધારણ પોતાના હાથે વડતાલમાં લખ્યું હતું. જેમાં માણસે જીવન કેવી રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો, પોતાના જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો તે જીવનની જીવવાની કળા દર્શાવી છે.
આજે મા સરસ્વતી જયંતી પણ હોવાથી નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની શાળા સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રીની ભક્તિભાવપૂર્વક પૂજન કરાયુ હતુ અને નર્મદામાં ધોરણ 10 અને 12 નું પરિણામ નબળું આવતું હોવાથી સમગ્ર નર્મદાનું ચાલુ વર્ષનું પરિણામ સારું આવે તે માટે આજે સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના પૂજન કરાયુ હતુ.
આ પ્રસંગે રાજપીપલા જિલ્લા જેલમાં પણ માનસ પરિવર્તન માટે મા સરસ્વતી સ્તુતિ પ્રોજેક્ટ અંતર્ગત કેદીઓની ઉપસ્થિતિમા વસંત પંચમીનુ મહાત્મ્ય સમજાવ્યું હતું અને પ્રોજેક્ટર દ્વારા મા સરસ્વતીનુ મહત્મ્ય જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ નિંદર્શન કરાયું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપળા