SOU એકતાનગર વિસ્તારમાં સમાવિષ્ટ ૫૦ કી. મી વિસ્તારમા અનેક ઐતિહાસિક ચરણ રજ તીર્થો આવેલા છે. જેવા કે દૂધેશ્વર મહાદેવ, કમલેશ્વર,
ભિમેશ્વર, પિપરેશ્વર, વરુનેશ્વર, ઇન્ટેશ્વર જાબુકેશ્વર, ફૂલવાડી, રામપુરા- તિલકવાડા તિર્થ, ઉત્તર વાહિની, દશાવતાર ઘાટ, મણીનાગેશ્વર, અક્તેશ્વર વગેરે તીર્થસ્થાનો આવેલા છે. ત્યારે આ તીર્થ સ્થાનીનો ભક્તો, પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાસ જરૂર જણાય છે. ગોરા ખાતે પ્રથમ તબક્કે સુંદર ઘાટ, પથરેખા, અઘતન ગટર ડ્રેનેજ યોજના બનાવી, અઘતન આશ્રમ સાથે સત્તા મંડળ ખાતેની જગ્યામાં બનાવી SOU બસ દ્વારા
શ્રવણ તિર્થ દર્શન બસ, યાત્રાની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર પણ બનશે અને એનાથી SOU ની આવક પણ વધશે.
અત્રે પ્રવાસી ભક્તો માટે ઐતિહાસિક તીર્થોની માહિતી પુસ્તિકા સાથે તિર્થ દર્શન પરિક્રમા બસનું આયોજન થાય તો ગરુડેશ્વર પંચકોશી, ઉત્તરવાહિની મોક્ષદાયિની પરિક્રમા દિન ૪ નું મહાત્મ્ય હરિદ્વાર મહાઆરતી દર્શન સાથે આયોજન કરવાથી તીર્થોનું મહત્વ વઘી શકે છે. ગોરા ઘાટ સહિત નર્મદા કિનારા વિસ્તારનો ધાર્મિક વિકાસ કરવાની ભક્તોની માંગ અને જરૂરિયાતોને સંતોષવાનો સમય પાકી ગયો છે.
હાલમાં ચાલતી વડોદરા, કરજણ, ચોરંદા, ગણપતપૂરા, ચાણોદ, તિલકવાડા, બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતાં દિલ્હી રાજધાની સાથે સરદાર એક્સપ્રેસ, રેવા એક્સપ્રેસ દોડાવવા પરિક્રમા સંઘે સૂચન કર્યું છે. રેલવે સ્ટેશન સાથે સાંકળતા ગુજરાતના દતધામો સાથે ૨૦ કી.મી બ્રોડગેજ કરવામાં આવે તો ટેમ્બે સ્વામિ એક્સપ્રેસ, નારેશ્વર એક્સપ્રેસ, રંગ અવધૂત એક્સપ્રેસમાં અનસુયા એક્સપ્રેસ દોડાવતા મહારાષ્ટ્રના લોકો SOU દર્શન આવતા ગુજરાતના દતધામો મહારાષ્ટ્રના દત ધામો સાથે જોડાઈ શકે તેમ છે, તો કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થતાં SOU ની આવક વધી શકે તેમ છે એવુ પરિક્રમા સેવા સંઘે સૂચન કર્યું છે
જ્યોતી જગતાપ, રાજપીપલા