Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરતાં સાધુ સંતો.

Share

જેનાં દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીમાં શ્રદ્ધાળુંઓને નર્મદા સ્નાન કરી પુણ્ય કમાવવાના ફાંફા પડવા માંડયા છે. સદા ખળ ખળ વહેતી મા નર્મદાના નીર ભર શિયાળે જ સુકાવા લાગ્યા છે ત્યારે ઉનાળામા નર્મદાની શી હાલત થશે? એ કલ્પના જ શ્રધ્ધાળુંઓને ડગમગાવી રહી છે. માંગરોલના સદાનંદ મહારાજે 7 મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતી હોઈ નર્મદા મા અને નર્મદા તિર્થો આવેલા હોઈ પવિત્ર નર્મદા સ્નાન અને નર્મદા પૂજન માટે નર્મદામા પાણી છોડવાની માંગ કરી છે. હાલ ગોરા પુલ નીચે નર્મદા નદી સાવ સુકાઈ ગઈ છે અને તેના નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ઓછું રહ્યું છે. ત્યારે નર્મદા જયંતી પહેલા પાણી છોડવામાં આવે તેવી માંગ થઈ છે.

સદાનંદ મહારાજે જણાવ્યું છે કે નર્મદા નદી કિનારે આવેલા મંદિરો, આશ્રમોમાં દર નર્મદા જયંતીએ ધૂમધામથી નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નર્મદા સ્નાન અને નર્મદા પૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોય છે પણ જયારથી નર્મદા ડેમ અને વિયર ડેમ બન્યો છે ત્યારથી નર્મદા નદીની દયનીય હાલત થઈ છે. વિકાસના નામે ખળ ખળ વહેતી નર્મદાના ખસ્તા હાલ થયાં છે. પવિત્ર નર્મદા સ્વચ્છ રહેવી જોઈએ, કુદરતી રીતે ખળ ખળ વહેતી રહેવી જોઈએ. પણ નર્મદા આડે બંધ બાંધ્યા પછી નર્મદામા પાણી છોડાતું ન હોવાથી નર્મદા દર વખતે સુકાઈને હાડપિંજર બની જાય છે. ત્યારે શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાય છે.

ખાટલે મોટી ખોડ એ છે કે ગોરા ઘાટ ખાતે નર્મદા પૂજન આરતી માટે કરોડોનો ખર્ચ સરકાર કરી શકે છે પણ વાર તહેવારે નર્મદા જયંતી, શુલપાણ મેળો, ભાદરવાનો મેળા વખતે લાખો ભક્તો, શ્રદ્ધાળુંઓ નર્મદા મા ડૂબકી લગાવી નર્મદા સ્નાન માટે આવે છે ત્યારે પણ છીછરી નર્મદામા પાણી ન હોવાથી લાખો શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાય છે અને તંત્ર દ્વારા ભક્તો માટે નર્મદા સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા પણ નથી! મહિલાઓને કપડાં બદલવા કે ન્હાવા માટે અહીં બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી, નર્મદા કિનારે અગ્નિ સંસ્કાર કર્યા પછી લોકોને ન્હાવાની કોઈ સારી વ્યવસ્થા જ નથી. મા દીકરીઓને ખુલ્લામા કપડાં બદલવાનો વારો આવે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે. જિલ્લાની સ્વૈછીંક સંસ્થાઓ અને વહીવટી તંત્ર પણ આ દિશામા ભક્તોની સુવિધાઓ વધારવા આગળ આવે એવી આમ જનતાની પણ માંગ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ હાલતમાં બે મોટર સાઇકલ તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડર ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ વાગરા તાલુકા ના ખોજબલ ગામ ખાતે એક વર્ષીય બાળક ને ગળા ના ભાગે શ્વાન કરડી જતા બાળક નું મોત થતા ભારે ખળભળાટ મચ્યો હતો…..

ProudOfGujarat

ગુજરાતના સેલવાસમાં પી.એમ મોદીના ડ્રિમ પ્રોજકટ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!