રાજ્ય સરકારના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ધ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, નર્મદા-રાજપીપલા દ્વારા સંચાલિત કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું નર્મદા જિલ્લા દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વયજુથના કલા પ્રવૃતિઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તાલુકાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી નર્મદા જિલ્લામાં તાલુકા/જિલ્લાકક્ષાનુ કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું તા.૦૪/૦૨/૨૦૨૨ ના રોજ આયોજન કરેલ છે.
જેમાં નાંદોદ તાલુકા માટે રાજપીપલા નવદુર્ગા હાઇસ્કૂલ, ગરૂડેશ્વર તાલુકા માટે બોરીયા ગામની પિંટુલાલા વિદ્યામંદિર, તિલકવાડા તાલુકા માટે કે.એમ.શાહ વિદ્યામંદિર, દેડીયાપાડા તાલુકા માટે એ.એન.બારોટ હાઇસ્કૂલ અને સાગબારા તાલુકા માટે કોડબાની રમાબેન સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે યોજાશે. તદ્ઉપરાંત, સિધી જિલ્લાકક્ષાની-૮ કૃતિ તથા તાલુકા કક્ષાની-૯ કૃતિ (પ્રથમ વિજેતા) એમ મળી કુલ-૧૭ કૃતિ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં તા.૦૮/૦૨/૨૦૨૨ થી ૦૯/૦૨/૨૦૨૨ દિન–૨ નું આયોજન રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે કરેલ છે. નર્મદા જિલ્લાના સ્પર્ધકો કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ માં વધુમાં વધુ કલાકારોને ભાગ લેવા અને વધુ માહિતી માટે મો.નં ૯૮૯૮૧૧૪૩૧૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા