નર્મદા સાધુ સંતોએ આક્રોશ સાથે પોતાની લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદન આપતાં જણાવ્યું છે કે નર્મદાજીની આરતી તેમજ પુજા કરવા માટે સરકારે જે નિયમ બનાવેલ છે તે અયોગ્ય છે. અમને હિન્દુ સમાજની ધાર્મીક લાગણીઓને દુભાવતી હોય તેવું લાગે છે. જેથી સરકારને આ બાબતે ચિંતન કરીને આ નિયમ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લે તેવી સમસ્ત ધાર્મિક જનતાની લાગણી છે અને લોકોને આનો અસંતોષ વધારે થઈ રહયો છે માટે સરકારને અમારી નમ્ર અરજ છે કે, આ નિયમમાં ફેરફાર કરીને વિશાળ સમાજની ધાર્મિક લાગણીઓને માન આપી યોગ્ય તે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરતાં ભક્તજનોમા તેના ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.
આ પ્રસંગે નર્મદા ગરીમા અભિયાનના કિરણ અકોલકર, સદાનંદ મહારાજ, ધર્માનંદ સ્વામિ, નારણદાસ મહારાજ, વિષ્ણુભાઈ પંચાલ વગેરેએ ઉપસ્થિત રહી આવેદન આપ્યું હતું અને તાત્કાલિક અસરથી નર્મદાઘાટ પર આરતીનો ચાર્જ લેવાનું બંધ કરવા મુખ્યમંત્રીને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું. હવે સરકાર અને વહીવટી તંત્ર નર્મદા આરતીપૂજાનો ચાર્જ 2500/- રૂપિયા લેવાના નિર્ણય અંગે પીછેહટ થાય છે કે નહીં તે હવે જોવું રહ્યું. જોકે આ અગાઉ માંગરોળના સદાનન્દ મહારાજ આ નિર્ણય સરકાર નહીં બદલે તો ધરણા કરવાની ચીમકી પણ આપી ચુક્યા છે. ત્યારે સરકાર કેવો નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા