Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડાથી પકડાયો.

Share

નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર છે તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને ગરીબ દર્દીઓને બોગસ ડોક્ટરો દ્વારા આરોગ્ય સાથે ચેડા કરી નાણા કમાવવા નું કે કીમિયો નર્મદા જિલ્લામાં જોવા મળે છે છેલ્લા કેટલાક વખતથી નર્મદા જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે નર્મદા પોલીસે આ અગાઉ ડેડીયાપાડા અને સાગબારા અને તિલકવાડા તાલુકામાંથી ત્રણ જેટલા બોગસ ડોક્ટરો અને ઝડપી પાડયા હતા પરંતુ બોગસ ડોક્ટર રેકેટ અહીંથી અટકતી નથી. તપાસ દરમિયાન ડેડીયાપાડા તાલુકામાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ લોકો ગરીબ આદિવાસીઅને ભોળા દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં હોય છે. તેમની પાસે મેડિકલ પ્રેક્ટિસને સર્ટિફિકેટ ન હોવા છતાં એલોપેથિકની ટ્રીટમેન્ટ કરતા હોય છે અને ગેરકાયદેસર રીતે એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીન્જ નીડલો),એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી રાખી દવા ઇન્જેક્શન આપતા હોય છે જેમાં દેડીયાપાડા હાટ બજાર ચોકડી ખાતેથી વધુ બોગસ ડોકટરની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન અનુસાર ગુજરાત સરકારી મેડીકલ કાઉન્સીલ બોર્ડનું એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેનુ સર્ટી કે, પ્રમાણપત્ર ન હોવા છતા ગેરકાયદેસર રીતે પ્રેકટીસ કરી રહેલ ડોક્ટરો વિષે માહિતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને બી.આર.પટેલ પો.સબ.ઇન્સ. દેડીયાપાડા તથા મૌલીક પ્રજાપતી મેડીકલ ઓફીસર પી.એચ.સી.સેજપુર તથા બીજા પોલીસ સ્ટાફ તથા મેડીકલ સ્ટાફ સાથે દેડીયાપાડા હાટ બજાર ચોકડી ખાતે આવેલ ડો. સીમુલ કાશીકાંત બીશ્વાસ (મુળ રહે.પાકુરગાચી તા.ભીમપુર જી.નદીયા, પશ્ચીમબંગાળ અગાઉ રહે.પુર્ભાપાડા, નીધીરપોતા, પો ભૈરવચંદ્રાપુર, જી.નદીયા વેસ્ટ બેંગાલ, હાલ રહે.દેડીયાપાડા, નવીનગરી, દશામતાના મંદીર નજીક, તા.દેડીયાપાડા જી.નર્મદા) ના દવાખાનામાં રેઇડ કરી હતી. રેડ દરમ્યાન તેની પાસેથી ગુજરાત સરકાર મેડીકલ કાઉન્સીલ બોર્ડનુ એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેનું સર્ટી કે, પ્રમાણપત્ર ન હોવા છતા એલોપેથીકની પ્રેકટીસ કરી એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીન્જ (નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સામગ્રી કિમત રૂપીયા ૧૧,૫૭૬/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ ઈ.પી.કો કલમ-૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ-૧૯૪૦ કલમ-૨૭(બી)(૨) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ ની કલમ-૩૦,૩૫ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ બી.આર.પટેલ પો.સબ.ઇન્સ. દેડીયાપાડાને સોંપવામાં આવેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મોરબી-ટંકારામાં પ્રદુષણ ફેલાવનાર ૨ પેપરમિલ-૧ ફૂડ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સમાં પ્રમુખપદનો વિવાદ:માર્ચમાં સિનિયર વીપીના નિધન બાદ રોટેશન મુદ્દે સીએ-એડવોકેટો સામસામે

ProudOfGujarat

હલદરવા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત… એક નું મોત,ચાર ઈજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!