Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું.

Share

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રીએ જણાવ્યું કે તારીખ 27/01/2022 ના રોજ ગુજરાતભરમાં “તલાટી કમ મંત્રી” ની ભરતી કરવા માટે જાહેરાત કરવા માં આવેલ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લી ઘણી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન પહોચે છે. સાથે પરિક્ષાર્થીઓ પાસેથી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્ય ના ડોહળાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ” ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લે તે બાબતે આવેદન પત્ર આપ્યું હતું.

જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી ડો. કિરણ વસાવા, આમ આદમી સાગબારા તાલુકા આપ પ્રમુખ મહેશભાઈ પાડવી, આપ જિલ્લા ઉપપ્રમુખ, રાજભાઈ, ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા, સાગબારા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડયો..

ProudOfGujarat

રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામનાં લોકોની વ્હારે આવ્યા નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવાને તાત્કાલિક 500 થી વધારે કિટો જીવન જરૂરિયાત મંદ લોકો માટે રાહત સામગ્રી મોકલાવી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!