Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટ્રાયબલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજપીપળાની યાહ મોગી ઇલેવન ફાઇનલમાં વિજેતા.

Share

સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ટ્રાયબલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમા સુરત, બારડોલી, ભરૂચ, રાજપીપળા, ડભોઇ, બરોડા તેમજ બીજી ઘણી બધી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લીધો હતો આ. ટૂર્નામેન્ટનું આયોજન બરોડા ખાતે રાખવામાં આવેલ હતું તેમાં સેમિફાઇનલમાં સુરતની ટીમને હરાવીને રાજપીપળાની યાહ મોગી ઇલેવન ફાઇનલમાં પહોંચેલ હતી. ફાઇનલ મેચ બરોડાની ટીમ તથા યાહ મોગી ઇલેવન રાજપીપળા વચ્ચે રામાયેલ તેમાં રાજપીપલાની યાહા મોગી ઈલેવન એ ભવ્ય વિજય મેળવ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં હર્ષદભાઇ વસાવા, અધ્યક્ષ અનુસૂચિત જનજાતિ મોરચા તથા મહેશભાઈ વસાવા ધારાસભ્ય, ડેડીયાપાડા તથા રશ્મિકાંત વસાવા અધ્યક્ષ, છોટાઉદેપુર જીલ્લા તથા ધીરુભાઈ સી ભીલ, પૂર્વ ધારાસભ્ય સંખેડા વિનયભાઈ આર વસાવા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ તથા દર્શનાબેન દેશમુખ તેમજ ઈશ્વરભાઈ વસાવા, વસાવા સમાજ પ્રમુખ તથા આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમા ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી ક્રિકેટ ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હાલોલ : જીમીરા રિસોર્ટ ખાતે જુગાર રમતા ઝડપાયેલ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સમેત 26 આરોપીઓને બે વર્ષ સખ્ત કેદની સજા ફટકારી.

ProudOfGujarat

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 54195 મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!