Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના કોમર્શિયલ સેન્ટરો ઉપર નાઇટવિઝન તથા હાઇડેફીનેશનવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું.

Share

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટહાઉસ, મોટા રેસ્ટોસરન્ટએ, બેકીંગ સંસ્થા ઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સિસ્ટીમ સાથે લગાડવા સૂચનાઓને અનુલક્ષીને જરૂરી વ્યવસ્થા કરવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૧/૨૦૨૨ ના ૦૦.૦૦ કલાકથી તા.૨૯/૦૩/૨૦૨૨ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ જીલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થીયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઇવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પટષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યકિતનું વીડીયો રેકોર્ડીંગ થઇ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, નાઇટ વિઝન કેમેરા હાઇ ડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન) વિથ રેકોર્ડીંગ સીસ્ટલમની વ્યરવસ્થા કરવાની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાહના સંચાલકની રહેશે.આ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા. જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્યા તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

એકતરફી પ્રેમના પરિણામે નારાયણ નગર ભરૂચ વિસ્તરમાં ભર બપોરે ચપ્પુ ઉછળતા એક છોકરીને થયેલ ઇજા.જાણો કેમ અને ક્યાં ?

ProudOfGujarat

વડોદરાની વાયદપુરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ દરમિયાન 11000 કિલોગ્રામ શાકભાજી ઉગાડી મધ્યાહન ભોજન પીરસાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!