Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : હરીપુરા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ.

Share

નર્મદા જિલ્લામા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે હરીપુરા ગામેથીવધુ એક બોગસ ડોકટરને ગરૂડેશ્વર પોલીસે પકડ્યો છે.

પોલીસ અધીક્ષક નર્મદા હિમકર સિહે જીલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબો દ્વારા માનવ સ્વાસ્થ સાથે ચેડા સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતકેવડીયાના માર્ગદર્શન હેઠળ એમ.બી ચૌહાણને મળેલ બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે તેમજ ઝરીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર મયુરભાઈ નગીનભાઈ તડવીને સાથે રાખી હરીપુરા ગામે વણજી જવાના રોડ ઉપર દવાખાનુ ચલાવી આરોપી સંજીતભાઈ નીખીલભાઈ સરકાર (ઉ.વ ૪૩ હાલ રહે હરીપુરા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે. આલીપુર બાસ્તલા તા.મેમારી જી.વર્ધમાન (વેસ્ટ બંગાળ ) એ બોગસ દવાખાનુ ચલાવી ગુજરાત મેડીકલ કાઉન્સીલનુ મેડીકલ પ્રેકટીસ અંગેનું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથીક પ્રેકટીશ કરી એલોપેથીક દવાઓ, ગોળીઓ, ઈન્જકશનો, સીરપની બોટલો, પાઈન્ટની બોટલો, નિડલો,સ્ટેથોસ્કોપ, બીપી ઈસ્યુમેન્ટ વિગેરે એલોપેથીક મેડીક્લ પ્રેકટીશ કરવા અંગેના સાધનો, દવાઓ મળી કુલ કિ.રૂ ૭૮૫૯૯/- નો મેડીકલ પ્રેકટીશ
અંગેનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મુદ્દામાલ ગે.કા રીતે રાખી મેડીકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર બીમાર લોકોને તપાસી બીમાર લોકોના સ્વાસ્થ સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરતા જાહેરમાંથી પકડી પાડી તેના વિરુધ્ધ ગરૂડેશ્વર પો.સ્ટે ઈ.પી.કો કલમ ૩૩૬ ડ્રગ્સ એન્ડ કોમેટીક એકટ ૧૯૪૦ કલમ ૨૭ (બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ ૩૫ મુજબનો ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : નાની નરોલી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો અને ખેડૂતો એ જીઆઇપીસીએલની જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ જૂનીવાડી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા ના પ્રયાસ માં એક આરોપી ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!