નર્મદાના બહુમુખી પ્રતિભાવાન દંપત્તિ દીપક જગતાપ, અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોડ્સ દ્વારા “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દીપક જગતાપને વિજ્ઞાન અને પત્રકારત્વ ક્ષેત્ર માટે અને જ્યોતિ જગતાપને શિક્ષણ અને સોસિયલવર્ક ક્ષેત્રની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022” ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડનું ઓનલાઇન આયોજન કરવામા આવ્યુ હતું. જેની જાહેરાત પ્રજાસત્તાક દિવસ 26 મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી.
દેશના 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રોમા શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા વિશિષ્ટ પ્રતિભાઓને ઇન્ડિયા રેકોર્ડસ દ્વારા 2022ના “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીને લીધે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમા સમગ્ર ભારત ભરમાથી હજારોની સંખ્યામા નોમીનેશન માટે ઈંકવાયરી આવી હતી. જેમાથી 400 થી વધુ ભારતના વિવિધ શહેરોમાથી નોમિનેશન આવ્યા હતા. જેમાથી 48 લોકોને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમા અલગ અલગ કેટેગરીમા નોંધપાત્ર પ્રદાન માટે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમા સાહિત્ય,કલા, વિજ્ઞાન, પત્રકારત્વ, આર્કીટેકચર, પોલીસ સર્વિસ, રાજકારણ, ચિત્રકાર, સોસીયલ વર્ક, ફિલ્મ એક્ટિંગ, મેડિકલ, યોગા, હેલ્થ, નેચરોપથી, શિક્ષણ, ફોટોગ્રાફી, ટેરોરીડર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર વિભૂતિઓને 2022 નો ઇન્ડિયા રેકોર્ડસ તરફથી INDIN ICON AWARD.2022 ના એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. જેની સત્તાવાર જાહેરાત ઇન્ડિયા રેકોર્ડસના પ્રોજેક્ટ હેડસ્વપ્નિલ આચાર્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી નર્મદાના બહુમુખી પ્રતિભાવાન દંપતિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપબન્ને અલગ અલગ કેટેગરીમા 2022 ના ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022” માટે પસંદગી કરવામાં આવી છે. આ નેશનલ એવોર્ડ મા દીપક જગતાપને વિજ્ઞાન અને પત્રકારત્વ ક્ષેત્ર માટે અને જ્યોતિ જગતાપને શિક્ષણ અને સોસિયલવર્ક ક્ષેત્રની ઉત્કૃષ્ઠ કામગીરી માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના નામી વિજ્ઞાન લેખકોમા જેમની ગણના થાય છે એવા દીપક જગતાપ વિજ્ઞાન લેખક ઉપરાંત 6 જેટલાં વિવિધ નામી અખબારોમા વિજ્ઞાનના કટાર લેખક તરીકે કાર્યરત છે. તેમના 2000 થી વધુ વિવિધ લેખો અખબારો, સામયિકોમા પ્રકાશિત થઈ ચુક્યા છે. તેઓ 12 જેટલાં વિજ્ઞાન પુસ્તકોના લેખક છે. જે પૈકી બે વિજ્ઞાન પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમના વિજ્ઞાન પુસ્તક “વિજ્ઞાન વિશ્વ “ને બી એન માંકડ પ્રથમ પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમના બીજા વિજ્ઞાન પુસ્તક “પ્રકૃતિના જીવોનું વિજ્ઞાન ” ને દ્વિતીત શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરાયા છે. એ ઉપરાંત પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા વિજ્ઞાન કથા સાહિત્ય લેખન માટેનો પદ્મકાંત શાહ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. ગત વર્ષે તેમને વિજ્ઞાન લેખન પ્રવૃત્તિ માટે 2021 નો એક્સિલન્સ એવોર્ડ પણ એનાયત કરાયો હતો. વિજ્ઞાન શોધ સંશોધન ઉપરાંત તેઓ વરિષ્ઠ પત્રકારતરીકે 34વર્ષના ગ્રામીણ પત્રકારત્વક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરેલ હોય તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. જયારે જ્યોતિ જગતાપને શિક્ષણ અને સોસીયલ વર્ક માટે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. નર્મદાના એક અગ્રગણ્ય મહિલા તરીકે જાણીતા એવા જ્યોતિ જગતાપ અંગ્રેજી માધ્યમ સ્કૂલનાપૂર્વ પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવ્યા બાદ હાલ પોતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નેજા હેઠળ નિસ્વાર્થ ભાવે સમાજ ઉપયોગી સેવા કરનારને છેલ્લા બે વર્ષથી “રેવાનાં મોતી એવોર્ડ ” થી સન્માનિત કરવામાં આવેલ છે. તેમની
સંસ્થા દ્વારા કોરોના કાળમાં નર્મદાના આંતરિયાળ ગામોમાં જઈને સાત જેટલાં રક્તદાન કેમ્પ યોજી રક્ત એકત્રિત કરી બ્લડબેંકને લોહી પહોચાડ્યું છે. આ માટે તેમનું જાહેર સન્માન પણ કરાયું છે. પોતે “વોઇસ ઑફ નર્મદા “અખબારના તંત્રી પણ છે.સામાજિક પ્રવૃત્તિ માટે 2021 નો એક્સિલન્સ એવોર્ડ પણતેમને એનાયત કરાયો છે. તેમની આ નોંધપાત્ર કામગીરી માટે આ એવોર્ડથી સન્માન કરતાં તેમણે નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ એવોર્ડમા ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ નો એવોર્ડ, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે. નર્મદાના ગૌરવરૂપ આ દંપત્તિને ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022” એનાયત થતાં તેમને શુભેચ્છકોએ અગ્રીમ શુભકામનાઓ પાઠવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા