Proud of Gujarat
FeaturedGujaratINDIA

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠક.

Share

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદ રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા લેપ્રસી અધિકારી સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાનારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનના આયોજન અંગે આડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી.

ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર શાહે જણાવ્યું હતું કે, સ્પર્શ લેપ્રસી અવેરનસ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે રીતના પ્રયાસ હાથ ધરવા તેમજ જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા, જિલ્લામાં લેપ્રસીના દરદીઓનું સમયસર ફોલોઅપ લેવાની સાથે શાહે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

Advertisement

જિલ્લા લેપ્રસી અધિકારી ડૉ. હેતલભાઇ ચૌધરીએ લોકોમાં જનજાગૃત્તિ વધે તે હેતુસર તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન યોજાનારા રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાન દરમિયાન અભિયાનમાં જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વર્ચ્યુઅલ ગ્રામ સભા- ગ્રામ સંજીવની બેઠક, આરોગ્ય તપાસણી, રક્તપિત્ત બેનર વિતરણ, રક્તપિત્ત સ્ટીકર, ભીંતસુત્રો, માઇકીંગ, રક્તપિત્ત પત્રિકા વિતરણની સાથે દરેક જિલ્લા ગ્રામ્યકક્ષાએ થનાર ગ્રામસભામાં જિલ્લા કલેકટરના રક્તપિત્ત જનજાગૃત્તિ અંગેના સંદેશાનું વાંચન કરવા ઉપરાંત કરેલા આયોજનની વિગતવાર જાણકારી ચૌધરીએ પુરી પાડી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓએ સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાનના સામૂહિક શપથ લીધા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નાંદોદ જેસલપોરના મહિલા તલાટી પી.એચ.ડી,આદિવાસી વિસ્તારમાં સેવા કાજે પ્રોફેસરની નોકરીને પણ તિલાંજલિ આપી.

ProudOfGujarat

બીવાયડી ઇન્ડિયાએ તેના વાહનો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

ProudOfGujarat

બીએસઈ એ ૧૪૯ માં સ્થાપના દિને નવા લોગોનું અનાવરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!