Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા, ભરૂચ તથા વડોદરામાં ઘરફોડ ચોરી કરેલ આરોપી હરીયાણા ખાતેથી ઝડપાયો.

Share

ત્રણ જિલ્લાઓ નર્મદા,ભરૂચ તથા વડોદરા જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરીને તરખાટ મચવનાર ઘરફોડ નર્મદા પોલીસે ઉકેલ્યો છે. જેમાં આ ગુનાના મુખ્ય સુત્રઘારને એલ.સી.બી. નર્મદાપોલીસે હરીયાણા ખાતેથી ઝડપી પાડ્યો છે. જેમાં પાંચ લાખની કિંમતની ૧૨૦.૧૫ ગ્રામ સોનાની લગડીઓનો મુદ્દામાલ રીકવર કરાયો છે.

બનાવની વિગત અનુસાર હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના તથા માર્ગદર્શન મુજબ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી મુદ્દમાલ રીકવર કરવાની સુચના મળતાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસોએ જીલ્લાની મિલ્કત સબબ અનડીટેક્ટ ચોરીઓ ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા એ દરમ્યાન રાજપીપલા પોલીસમા નોધાયેલ ગુનો મુજબ વાવડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોઇ ગેંગ દ્વારા આ રાત્રી ઘરફોડ ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ. આ ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના એક શકદારની ઓળખ કરવામાં આવી હતી. જે વડોદરા તેમજ હરીયાણા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. જે શકદારની તપાસ કરતાં આ ચોરી થયા બાદ તે હરિયાણા વિસ્તારમાં રહેતો હોય તેથી એલ.સી.બી. ટીમના બી.જી.વસાવા, પો.સ.ઇ. તથા સ્ટાફના માણસોને આ ગુનાની તપાસમાં ફારૂખ નગર હરિયાણા ખાતે મોકલવામાં આવ્યા હતા. આ શકદારની તપાસ ફારૂખનગર હરિયાણા ખાતે બે દિવસ સુધી કરવામાં આવી. દરમ્યાન તેને ફારૂખનગર હરિયાણાના બજારમાંથી ઝડપી આરોપીને રાજપીપલા લાવવામાં આવ્યો છે. રાજપીપલા ખાતે લાવી આ આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુત રહે. બી-૩૨, મારૂતીનગર અલવાનાકા, માંજલપુર વડોદરા મુળ રહે. રાજીવ ચોક પાસે, ફારૂખનગર, જી.ગુરૂગ્રામ હરીયાણા)એ વાવડી ખાતેની ગુનાની કબુલાત કરી હતી.તેમજ આ ચોરી તેણે તેની સાથેના અન્યસહ આરોપી સાથે મળી સફેદ કલરની સ્કોર્પીઓ રજીસ્ટ્રેશન નં. HR-51-BC-3960 લઇને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. તેની સાથે તેના સહ આરોપી (૧) મુકેશભાઇ પોપીસીંગ રહે. ગેહલબ જી.પલવલ (હરીયાણા) (૨) પોપીસીંગ રહે. ગેહલબ જી.પલવલ (હરીયાણા) (૩) રાજેશ માંગેરામ રહે. રાજપુરા જી.પલવલ હરીયાણા સાથે મળી જે તે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીઓ કરતા હોય વિશેષ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ ભરૂચ જીલ્લાના નેત્રંગની કોઇ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરેલ તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે ભરૂચ તથા વડોદરા ખાતે તપાસ કરતાં નેત્રંગ પોલીસમા પણ આ મુજબના ગુના નોંધાયેલ છે. આ તમામ ગુનાના કામે ચોરાયેલ મુદ્દામાલ વડોદરા જીલ્લાના વિસ્તારમાં રહેતા તેમને ઓળખતા સોનીઓ (૧) જીતેન્દ્રભાઇ પંચાલ રહે. કલાલી ફાટક, પાદરા રોડ, વડોદરા તથા (૨) મનોજભાઇ શંકરલાલ સોની રહે.એફએફ-૪, જગન્નાથ કોમ્પલેક્ષ, પ્રતાપનગર રોડ વડોદરા ને આપેલ. જે પૈકી આ ચોરીનો મુદ્દામાલ રાખનાર મનોજભાઇ શંકરલાલ સોની પાસેથી સોનાની લગડીઓ ૧૨૦.૧૫ ગ્રામ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- જેટલો રીકવર કરી જીલ્લાના તથા અન્ય જીલ્લાના કુલ-૩ અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુના પણ ડીટેક્ટ કર્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી વિદ્યાભવન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

આમોદમાં કોરોના દર્દી બાદ ફરી એક વખત સેનિટાઇઝેશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

દારૂના કેસોમાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે અટકાયત કરી રાજકોટ તથા વડોદરા જેલ હવાલે કરતી ભાવનગર એસ.ઓ.જી. તથા પાલીતાણા રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!