તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કર્યું હતું. તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખભાઇ વસાવા, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા (ડેડીયાપાડા), સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, શંકરભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા ભાજપા ડેડીયાપાડા જોડાયા હતા.
ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજને સિંચાઈ માટેની સુવિધા મળે અને આદિવાસી સમાજ ખુબ પ્રગતિ કરે એના માટે તમામ લોકો સાથે જાત નિરીક્ષણ કર્યું હતું અને, સિંચાઈ વિભાગના અધિકારી તેમજ એલ. એન.ટી કંપનીના એન્જીનીયર સાથે સ્થળ પર મિટિંગ કરી જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી મંત્રી ગણપતસિંહ વસાવાએ આપી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement