નર્મદામા કોરોના વિસ્ફોટ ફરી એકવાર વકર્યો છે. આજે વધુ 57 કેસ નોંધાયા છે. સાજા થયેલા 35 દર્દીઓને રજા અપાઇ છે. તો હોમ આઇસોલેસનમાં 337 દર્દીઓ સારવાર હેઠળ છે.
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના જિલ્લામાં એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 28 અને આરટીપીસી આરમા 29 કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 35 દર્દીઓને આજે રજા અપાઇ છે. આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં 337 દર્દીઓ સારવાર હેઠળ છે.
નાંદોદ તાલુકામા કુલ 11 કેસ, ગરુડેશ્વર તાલુકામા કુલ 09 કેસ, તિલકવાડા તાલુકામાં 12 કેસ, ડેડીયાપાડા તાલુકામા કુલ 01 કેસ અને સાગબારા તાલુકામા કુલ 18 કેસ જયારે રાજપીપલામા 5 કેસ નોંધાયા છે. જેમાં હોમ આઇસોલેશનમાં જ સૌથી વધારે 337 દર્દીઓ નોંધાયા છે. કોવીડમા મોટે ભાગે કોઈ દાખલ થવા તૈયાર નથી. ખુદ આરોગ્ય અધિકારીઓ જ કોરોનાની લપેટમા આવી ચુક્યા છે.ત્યારે નર્મદા અને રાજપીપલામા વધતા જતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બન્યા છે. આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ત્વરિત આરોગ્ય લક્ષી પગલાં લે એવી માંગ થઈ છે.
દીપક જગતાપ, રાજપીપલા