સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેદીઓ પૈકી ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ જેલમાં કોરોનાના કેસો ન વધે અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટે તે માટે બે મહિના માટે વતનમાં જવા માટેની પરવાનગી આપવામાં આવી છે જેના ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં ચાર જેટલા કેદીઓને બે માસ માટે વતનમાં જવાની વસતા કરવામાં આવી હતી. આ અંગે જેલ અધિક્ષક એલ.એમ બાર મેરાએ જણાવ્યું હતું કે આ કે હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ત્યારે જેલમાં જુદાજુદા વિસ્તારમાંથી આવતા કેદીઓ ભેગા થાય છે ત્યારે કેદીઓમા સંક્રમણ ન વધે અને અન્ય કેદીઓ પણ કોરોના સંક્રમિત ન થાય તે માટે કોર્ટે એવા કેદીઓની સજા સાત વર્ષથી ઓછી હોય તેવા 30 કેદીઓને બે માસ માટે માં મોકલવાની વ્યવસ્થા કરવાનો હુકમ થતાં નર્મદા જિલ્લાના ચાર કેદીઓ જેમાં નાંદોદ તાલુકાના બે, બનાસકાંઠાનો એક અને કેવડિયાનો એક એમ ચાર કેદીઓને પોલીસ જાપ્તા સાથે જેલના વાહન દ્વારા બસ સ્ટેન્ડ સુધી મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાંથી તેઓ બસમાં બેસીને વતન જવા રવાના થયા હતા.
જેલ અધિક્ષક બારમેરાના જણાવ્યા અનુસાર તા.૧૭-૦૧-૨૦૨૨ ના રોજ કોવિડ -19 અંતર્ગત નામ. ગુજરાત હાઇકોર્ટની HPC ની ગાઈડલાઈન મુજબ સાત વર્ષની ઓછી સજા વાળા પાત્રતા ધરાવતાં રાજપીપળા જિલ્લા જેલના ચાર કેદીઓને ચીફ જયુડિ. મેજીસ્ટ્રેટ રાજપીપળા દ્વારા બે માસ માટે વચગાળાની જામીન ઉપર મુકત કરવામાં આવ્યા અને તેઓના વતન સુધી પહોંચી શકે તે માટે અત્રેની જેલના સરકારી વાહનમાં બસ સ્ટેન્ડ સુધી પહોચાડવામાં આવ્યાહોવાનું જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા