Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા ઘાટ ઉપર પૂજા અર્ચન પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરતાં સાધુ સંતો.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડિશનલ કલેક્ટર કચેરીએ નર્મદા જિલ્લાના સાધુ-સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાના મહામંત્રી સ્વામી ધર્માંનંદજી મહારાજ, સદાનંદ મહારાજ સહીત અન્ય સાધુ સંતો નર્મદા નદી પર તૈયાર થઈ રહેલા ઘાટને શઁકરાચાર્ય ઘાટ નામ આપવા અંગે પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ એડિશનલ કલેકટરે તેઓને મુલાકાત આપવાની ના પાડતા મામલો ગરમાયો હતો. તથા કચેરીના ચેમ્બરમાં સાધુ સંતો અને અધિકારીઓ વચ્ચે તું તું મૈં મૈં ના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ પ્રસંગે તંત્રએ નર્મદા ઘાટ ઉપર પરિક્રમાવાસીઓ અને સાધુ સંતોને નર્મદા પૂજન અર્ચન તેમજ સ્નાન કરવાની પરવાનગી આપવા તથા અલગ વ્યવસ્થા કરવાની માંગ કરતાં અધિકારીએ સરકારનો પરિપત્ર હોઈ આ માંગ સ્વીકારી શકાય નહીં એમ જણાવતા સાધુ સંતો રોષે ભરાયા હતા. તેથી અંતે સાધુ-સંતોએ ગુજરાત પ્રદેશ કાર્યાલય પર તેમજ મુખ્યમંત્રી કચેરી ગાંધીનગર તથા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી આ અંગે ઉચકક્ષાએ રજુઆત પણ કરી હોવાનું જણાવ્યું હતું.આ અંગે એડિશનલ કલેક્ટરને મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પણ વાત થઈ શકી નહોતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જામનગર-જુગારધામ પર ડીજી વિજિલન્સના દરોડા-લાખ્ખોના મુદ્દામાલ સાથે 28 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.દૂધધારા ડેરી ના ૩૦ જેટલા કામદારો પાસે બળજબરી પૂર્વક નોકરી ની શરતો માં ફેરફાર કરવાના બદઇરાદા થી લખાણ લખાવવા બાબતે કામદારો દ્વારા આજ રોજ યૂથ કોંગ્રેસ ના સભ્યો  ની આગેવાની માં ડેરી ચેરમેન ને રજૂઆત કરાઈ હતી……

ProudOfGujarat

નેત્રંગમાં અંબે માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!