રૂ. ૨૮ કરોડના ખર્ચે બની રહેલા ઝરવાણીથી માથાસર સુધીના નાળાઓ તથા નાના બ્રિજની કામગીરીનું નિરીક્ષણ સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું.
આજકાલ કરોડોના ખર્ચે બનતા રસ્તાઓમા અવારનવાર આમ જનતા દ્વારા તકલાદી અને ગુણવત્તાવાળા રસ્તાઓની અનેક ફરિયાદો આવ્યા બાદ સાંસદ મનસુખભાઇ વસાવાએ અવારનવાર રસ્તાની કામગીરીનું અને ગુણવત્તાના કામનું નિરીક્ષણ કર્યું છે. અને જ્યાં તકલાદી કામો થયાં છે ત્યાં સાંસદે કોન્ટ્રાકટરોનો ઉધડો પણ લીધો છે.રૂ. ૨૮ કરોડના ખર્ચે બની રહેલા ઝરવાણીથી માથાસર સુધીના નાળાઓ તથા નાના બ્રિજની કામગીરીનું નિરીક્ષણ સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણભાઈ તડવી તથા ઝરવાણી ગામના સરપંચ સોમભાઈ વસાવા સહિત વગેરે લોકો સાથે જોડાયા હતા.
હાલ રૂ. ૨૮ કરોડના ખર્ચે નાળાઓ તથા નાના બ્રિજ સહીત ઝરવાણીથી માથાસર સુધીનો જિલ્લા પંચાયતનો રસ્તો બની રહ્યો છે. નિરીક્ષણ પછી સાંસદે જણાવ્યું હતું કે તે આ વિસ્તારના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ રસ્તો સાબિત થશે. આ રસ્તો બન્યા પછી ડેડીયાપાડાથી ગોરા કેવડીયા તરફ આવનારા લોકોનો રાજપીપળાનો ફેરો ફરવાનો ઓછો થઈ જશે, આ રસ્તાની કામગીરી પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે. તે રસ્તાની મુલાકાતે જવાનું થયું. આ રસ્તો ખૂબ સારો બનશે અને આ રસ્તાની કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ થશે. આ રસ્તા બાબતે જ્યાં ધ્યાન દોરવા જેવું લાગ્યું છે ત્યાં મે ધ્યાન દોર્યું છે.સાંસદની મુલાકાત પછી કોન્ટ્રાકટરો અને એજન્સીઓમા ફફડાટ ફેલાયો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા