Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયાના કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં.

Share

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ – ન્યુ ગોરા બ્રીજ – મોખડી ડેમ સાઈટ – CHPH/RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કરાયેલ છે. વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૦૧/૨૦૨૨ ના ૦૦.૦૦ કલાકથી તા. ૧૩/૦૩/૨૦૨૨ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાએ સમાજ શાસ્ત્ર વિષયમાં પીએચડી ની પદવી હાંસલ કરી, જાણો વધુ…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુરની મારુતીધામ-૨ સોસાયટી નજીકથી જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ભરૂચના દયાદરા ગામ પાસે ટ્રક અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, ગ્રામજનો ભયના માહોલ વચ્ચે રાત્રીના સમયે દોડી આવ્યા, ફાટક મેન નશામાં ટલ્લી હોવાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!