આજે ભારતીય સેના દિવસ છે. 15 મી જાન્યુઆરી એટલે ભારતીય સેના દિવસ. આજના દિવસે 1948 માં આપણા પ્રથમ જનરલ કુરિયપ્પાએ આપણી સેના અંગ્રેજો પાસેથી લીધી હતી. રાજપીપલાના રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે એવા નીકટના સદસ્ય ધીરુ મિસ્ત્રીએ આજના દિવસની યાદ આપાવતા જણાવ્યું હતું કે રિયાસાતી રાજવી સ્ટેટમા આર્મી રહી ચૂકેલ એકમાત્ર કર્નલ દિલીપસિંહજીની ચાર પેઢીએ આર્મીમાં સેવા આપી હતી.
રાજપીપળાના આ પરિવારની યાદ અપાવતા ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તે રાજપીપલાની તે સમયની સ્ટેટ આર્મી અને હવે આપણી ભારતીય સેનામાં સેવા આપી છે. કર્નલ દિલીપસિંહજીના પિતાએ આર્મીમેન હતા. ત્યારપછી કર્નલ દિલીપસિંહજીને તેમનો પરિવાર પ્રેમથી દિલુદાદા તરીકે ઓળખે છે. પછીની પેઢીમાં એમના ત્રણ દીકરા મેજર જનરલ રણધીરસિંહજી લશ્કરના મોટા પદ પરથી નિવૃત્ત થયા હતા. રણધીરસિંહજીના બે ભાઈઓ યશોધરસિંહ અને ભરતસિંહ પણ આર્મીમાં હતા અને છેલ્લે ચોથું જનરેશનમાં રણધીરસિંહના દીકરા કર્નલ અભયસિંહ એ પણ આર્મીમાં સેવા આપી હતી. રાજપીપલા જયારે રિયાસતી રાજવી સ્ટેટ હતું ત્યારે રાજપીપલા સ્ટેટની અલગ આર્મી હતી. જેમાં ચાર પેઢીથી રાજવી પરિવાર આર્મીમા જોડાયેલ હતો જોડાયેલો છે.
રાજપીપલા સ્ટેટના મહારાજા ગંભીરસિંહના દીકરાના દીકરા સ્ટેટ આર્મીમાં જોડાયા હતા અને ચાર પેઢી સુધી આર્મીમાં કામ કરીને આર્મીમેન તરીકે જોડાયા હતા જે ખરેખર રાજપીપળાનું ગૌરવ ગણાય છે. આજે પણ રાજપીપલા ખાતે ગંભીરસિંહ પેલેસ રાજવી પરિવારની આર્મી મેનની કહાણીની યાદ અપાવે છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા