Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની જુગારના અડ્ડા પર રેડ : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ.

Share

નર્મદાના ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરની બહારની ટીમે ઓચિંતી જુગારના અડ્ડા પર રેડ કરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી. રેડ દરમ્યાન ૧,૨૧,પ૬૦/- રોકડ રકમ સહીત જુગારનું સાહિત્ય સાથે 14 ને ઝડપી પાડ્યા હતા જયારે 13 ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.

જેમાં ગાંધીનગરની ટીમે ઓચિંતી પરેશભાઇ તડવીના રહેણાંક મકાનમાં સાંઇરામ ફુટવેરની બાજુમાં, બસ ડેપોની સામે તા.ડેડીયાપાડા ખાતે રેડ કરી હતી. આ અંગે ફરીયાદી અ.હે.કો પ્રવિણસિંહ પ્રતાપસિંહ, મોનિટરીંગ સેલ, ગાંધીનગરે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 17 આરોપીઓ
(1) પરેશભાઇ નવીનભાઇ તડવી રહે-સાંઇરામ ફુટવેરની બાજુમાં, ડેપોની સામે, ડેડીયાપાડા તા(વરલી મટકાનો આંક ફરકનો જુગાર ચલાવનાર)
(૨) ચંપાબેન પરેશભાઇ નવીનભાઇ તડવી, રહે.સાંઇરામ ફુટવેરની બાજુમાં,બસ ડેપોની સામે, ડેડીયાપાડા,(નોટીસ આપી જવા જવા દીધેલ છે)
(૩) તેજસભાઇ ગંભીરભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે.બગ્લા ફળીયા નવાગામ રોડ પર દેડીયાપાડા
(4) અંકિતકુમાર સતિષભાઇ તડવી રહે.થાણા ફળીયું બસડેપોની સામે ડેડીયાપાડા
(૫) વિનોદભાઇ નાનુભાઇ રાઠોડ,રહે.નવી નગરી જુની ટોકીઝ ફળીયું ડેડીયાપાડા
(૬) સોમજીભાઇ જેઠાભાઇ વસાવા,રહે.જામનીગામ જામની નવી નગરી
(૭) જગદિશભાઇ પુનીયાભાઇ વસાવા,રહે.ધનોર ગામ નિશાળ ફળીયું, તા.ડેડીયાપાડા
(૮) અતુલભાઇ દલસુખભાઇ વસાવા,રહે.બગ્લા ફળીયું નવાગામ રોડ પર ડેડીયાપાડા
(૯) રાજેશભાઇ ચુનીલાલભાઇ વસાવા,રહે. કંજાલગામ વચલું ફળીયું તા.ડેડીયાપાડા
(૧૦) કાંતીલાલ બાવાભાઇ વસાવા રહે.નીવાલદાગામ વચલું ફળીયું તા.ડેડીયાપાડા
(૧૧) નરેશભાઇ જેઠાભાઇ પંચોલી,રહે-ઉત્તર પટેલ ચાલી યાહામોગી ચાર રસ્તા પાસે, ડેડીયાપાડા ત(વરલી મટકાના આંક ફરકના આંકડાનું કટીંગ લેનાર)
(૧૨) નિકુંજ ભુપેંદ્રભાઇ મોદી રહે.ઉત્તર પટેલ ચાલી યાહામોની ચાર રસ્તા પાસે, ડેડીયાપાડા (વરલી મટકાના આંક ફરકના આંકડાનું કટીંગ લેનાર)
(૧૩) વિરસિંગભાઇ બામણીયાભાઇ વસાવા રહે-કનબુંડી ગામ,નિશાળ ફળીયું
(૧૪) કમલેશભાઇ રમણભાઇ વસાવા રહે-કનબુંડી ગામ, ટેકરા ફળીયું, વોન્ટેડ
(૧૫) સુનિલ ધારક (૧૬)આર ડી સામરપાડા ધારક
(૧૭) વસંત, મોટા સુકાઆમ્બા ધારક (૧૮) દિનેશ સુકાઆમ્બા ધારક
(૧૯) સૂર્યો કે. આંબા ધારક
(૨૦) મોસીટ ધારક
(ર૧)કેવડી ધારક
(રર) કુનબાર ધારક
(૨૩) ભલો કુંડી આંબા ધારક
(૨૪) અતુલ ધારક
(૨૫) પરિયો તડવી ધારક
(ર૬) ઓ પી ખટામ ધારક
(૨૭) સંદિપભાઇ ઉર્ફે અવિનાશનો રહે. નવાપુર નંદુરબાર મહારાષ્ટ મોબાઇલ નંબર-(નિકુંજ પાસેથી વરલી મટકાના આક ફરકના આંકડાનું કટીંગ લેનાર)સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર પકડાયેલ આરોપીઓ પરેશભાઇ નવીનભાઇ તડવી અને ચંપાબેન પરેશભાઇ નવીનભાઇ તડવી બન્ને પતિ પત્ની પોતાના આર્થિક ફાયદા સારૂ વરલી મટકાનો આંખ ફરકનો આંકડાનો જુગાર પોતાના રહેણાંક મકાનમાં પોતાના મળતીયા માણસો રાખી જુગાર રમી રમાડી પૈસાના વલણની લેતી દેતી કરી વરલી મટકાના આંખ ફરકના જુગાર રમી રમાડતા હતા ત્યારે રેડ દરમ્યાન આરોપી નં-૧ થી ૧૪ આરોપીઓની અંગ ઝડતી કરેલ. જેમાંથી વરલી મટકા આંખ ફરકના જુગારના રોકડા ૪૨,૨૦૦/- ર)મોબાઈલ ફોન નંગ-૧૨- ૭૯,૦૦૦/- (૩) કેલક્યુલેટર નંગ-૦૪- ૨૦૦/- (૪) પ્લાસ્ટીકની ટોકરી નંગ-૦ર-૪૦/-(૫) સ્ટેપ્લર નંગ-૩- ૬૦/- (૬) પુકાના પેડ નંગ-૧૧ તથા લખેલ સટ્ટાબુકો નંગ-૦૩તથા હીસાબનો ચોપડો નંગ-૦૨ તથા હિસાબની ચિઠીઓ નંગ-૦૩ તથા ચાલુ હાલતની બોલપેનો નંગ-૦૭ તથાવરલી મટકાના આંક ફરકના આંકની ચિઠ્ઠીઓ નંગ-૦૫ (૭) લાઈટબીલ નંગ-૦ર-મુદામાલની કુલ કિંમત રૂપિયા = ૧,૨૧,પ૬૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધો હતો.સાથે આરોપીઓ નં-૧ થી ૧૪ પકડાઇ ગયા હતા તથા આરોપી નં-૧૫ થી ૨૭ સુધીનાબાકીના 13મળતીયા આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે આંક ફરકનો જુગાર રમી રમાડતા હોય તેમજ કટીંગ કરાવતા હોય તેમજ રેડ દરમ્યાન આરોપી નં-૧૫ થી ૨૭ નંબરના ફરાર થઈ જતા હાજર નહિ મળી આવેલ નહોતા. તેમની સામે પણ ગુનો દાખલ કરી મોનિટરીંગ સેલ, ગુ.રા.ગાંધીનગરની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારી આલમમા ફફડાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં જુગારના કેસો સતત પકડાતા હોય છે તો આ જુગારના અડ્ડાઓ કોની રહેમ નજરથી ચાલે છે તે મોટો સવાલ છે નર્મદા પોલીસ ઉંઘતી ઝડપાય છે ત્યારે તેની સામે પણ શંકાની સોય તકાઈ રહી છે ત્યારે જુગારના રવાડે ચઢેલા બેરોજગાર યુવાનો હવે અસામાજિક પ્રવૃત્તિઓના ખપ્પરમાં હોમાય તે માટે જિલ્લા પોલીસ વડા કાયમી ધોરણે જુગારના અડ્ડાઓ સદંતર બંધ કરાવે તેવી પ્રજાજનોની માંગ ઉઠી છે.

જ્યોતિ જગતાપ રાજપીપળા


Share

Related posts

ગુજરાતની ટીમે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટ કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકામાં ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કેળના પાકને કરોડોનું નુકશાન.

ProudOfGujarat

સરકારી વિનયન કોલેજ શહેરામાં સંસ્કૃત વિભાગનાં ઉપક્રમે રાજ્યકક્ષાનો વેબિનાર સંપન્ન થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!