ઉતરાણ પર્વે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી કે તુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. છતાં કેટલાક લેભાગુ વેપારીઓ પ્રતિબંધનું ખુલ્લેઆમ ભંગ કરતાં જણાતા નર્મદા એલસીબી પોલીસે આવા ગેરકાયદેસર વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરી નર્મદામા સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની વેચાણ કરતા ઇસમને ચાઇનીઝ દોરીના કુલ-૨૧૬ રીલ કુલ કિ.રૂ.૮૬,૬૦૦ના મુદ્દામાલ એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડ્યો હતો.
હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાં હાલમાં ઉતરાયણ પર્વ નિમીતે જીલ્લામાંગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જે અંગે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કરવાની સુચના કરતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીને આધારે તિલકવાડા વિસ્તારના દેવલીયા ચોકડી પાસે અજમેરી જનરલ સ્ટોરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં હોવાનું જણાતા અજમેરી જનરલ સ્ટોર ઉપર જતા દુકાનની ઝડતી તપાસ કરતા દુકાનમાંથી ચાઇનીઝ અલગ- અલગ કંપનીની દોરીની રીલો કુલ-૨૧૬ કિ.રૂ.૮૬,૬૦૦/-ની મળી આવ્યો હતો.આ કામે અજમેરી જનરલ સ્ટોરના માલીક અનવરખાં સઇદખા મલેક (રહે. દેવલીયા ચોકડી તા.તિલકવાડા જી.નર્મદા)ને આ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પુછપરછ કરતા તેણે ઉતરાયણના તહેવારમાં વેચાણ અર્થે લાવેલ હોવાનું જણાવતા દુકાનના માલીકની સામે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તિલકવાડા પોલીસે ગુનો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા