Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પી.એમ.ને રોકી જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડી નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન કર્યું.

Share

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી
રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવને જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડવા અને પંજાબ સરકારના આ કૃત્યનો વિરોધ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કિસાન મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઇ પટેલના આદેશથી તા. 12/01/2022 ના રોજ નમૅદા જિલ્લા કિસાન મોરચા દ્વારા રાજપીપળા તાલુકા પંચાયત ખાતે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. તો આ કાર્યક્રમમાં કિસાન મોરચાના જિલ્લામાં રહેતા પ્રદેશના હોદ્દેદારો તથા પ્રદેશ કારોબારી સભ્યો અને જિલ્લા તથા મંડળના કારોબારી સભ્યો સહિતના દરેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમ ભાઈઓએ પ્લેકાર્ડ પર લખાણ લખી પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવને જોખમ ઉભું કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી તેમની વિરુદ્ધમા મૌન રાજપીપલા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ ધરણા પ્રદર્શન કર્યા હતા.
નિકુંજ પટેલ, પ્રમુખ નમૅદા જીલ્લા કિસાન મોરચો, મહામંત્રી આશિષ પટેલ, મહામંત્રી- કમલેશ પુરોહિત, જીલ્લા કિસાન મોરચાના મંત્રી અજીતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ જતિન પટેલ, નાંદોદ તાલુકાના કિ‌સાન મોરચાના પ્રમુખ દિલીપસીહ ગોહિલ, શહેર પ્રમુખ દિક્ષિત પટેલ હાજર રહ્યા હતાં.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ.

ProudOfGujarat

રાજપીપલા : સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

લખનૌ-હરદોઈ હાઈવે પર ડિવાઈડર સાથે કાર ટકરાતા અકસ્માતમાં 4 ના મોત, 3 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!