સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને બે વર્ષ પૂર્ણ થયા છતાં પણ તેને જોડતા માર્ગ અધૂરા અંકલેશ્વર રાજપીપળા ફોરલેન રોડનું કામ અટકેલું છે ઉપરાંત રોડ ઉપર મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન ???!!
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ થયે બે વર્ષ પૂર્ણ થયા ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા ને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ઘણા બધા મોટા પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા છે ત્યારે નર્મદા જે અંતરિયાળ જીલ્લો છે હાલ વિશ્વના નકશામાં પ્રવાસન ક્ષેત્રે ઉજાગર થયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરકાર દરેક માર્ગે જોડવા માગે છે એ પછી રોડ માર્ગ હોય હવાઈ માર્ગ હોય રેલમાર્ગ હોય કે પછી દરિયાઈ માર્ગ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થઈ બે વર્ષ વીતી ગયા છતાં પણ હાલ તેને જોડતા મુખ્ય માર્ગો નું કામ પૂર્ણ થયું નથી ઉપરાંત અંકલેશ્વરથી રાજપીપળા ને જોડતો ફોરલેન માર્ગ કે જેનું કામ ઘણા સમયથી અટકેલું છે અને મસમોટા ખાડા રોડ ઉપર જોવા મળે છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ઉપરાંત ઠેરઠેર ધુડ ઉડવાથી લોકોને વાહન ચલાવવામાં પણ સમસ્યા આવી રહી છે.રસ્તા ઉપર મોટા ખાડા હોવાથી વાહનચાલકોને રોંગ સાઈડ રસ્તા ઉપર વાહન ચલાવવાની ફરજ પડે છે ત્યારે જો અકસ્માત સર્જાશે તો તે માટે જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.
ભારતના મહામાહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 15 ડિસેમ્બર 2018 નારોજ કેવડિયા ખાતે રેલવે લાઈનનું પણ ખાતમુહૂર્ત કરી દેવાયું છે પરંતુ તેનું કાર્ય પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે ઉપરાંત રાજપીપળા ખાતે એરપોર્ટ નિર્માણની કવાયત હાથ ધરાઈ રહી છે ઉપરાંત એરપોર્ટ કેવડિયા બનશે કે રાજપીપળા તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રસ્તાઓના ઠેકાણા નથી ત્યારે હવાઈ માર્ગ અને રેલ માર્ગ ની સુવિધા લોકોને ક્યારે મળી રહેશે…????સામાન્ય રીતે જ્યારે કોઈ મહાનુભાવો સ્ટેચ્યુ ની મુલાકાત લેવા આવે છે ત્યારે આસપાસ ના રોડ રસ્તાઓ ને તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામ કરી દેવાય છે ત્યારે લોકો એવી ઈચ્છા કરી રહ્યા છે કે ભારત ના વડાપ્રધાન મોદી કે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંકલેશ્વર થી રાજપીપળા ના માર્ગે સ્ટેચ્યુ જોવા જાય…. તો કદાચ આ માર્ગ ઝડપી બની જાય અને લોકોને રાહત મળે….??!!!
રાજપીપળા. આરીફ જી કુરેશી